યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીરે કહ્યું છે કે તેઓ રશિયા સાથે વાતચીત અને વાટાઘાટો કરવા તૈયાર છે. આ સાથે જ તેને ચેતવણી પણ આપી છે કે જો રશિયા સાથે વાતચીત નિષ્ફળ જશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સીએનએનને ટાંકીને કહ્યું કે ઝેલેન્સકીએ કહ્યું, હું પુતિન સાથે વાતચીત માટે તૈયાર છું. મને લાગે છે કે આપણે વાતચીત વગર આ યુદ્ધને સમાપ્ત કરી શકતા નથી.
તેમણે કહ્યું, મને લાગે છે કે અમારે વાતચીત માટે ગમે તે ફોર્મેટ અથવા કોઈપણ તકનો ઉપયોગ કરવો પડશે. પરંતુ જો આ પ્રયાસો નિષ્ફળ જાય છે, તો તેનો અર્થ એ થશે કે તે ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે.
યુક્રેનના દક્ષિણપૂર્વીય શહેર મારિયુપોલમાં માનવીય સ્થિતિ સતત કથળતી જઈ રહી છે, હુમલાની શરૂઆતથી શહેરમાં હજારો નાગરિકો માર્યા ગયા હોવાનો અંદાજ છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે વારંવાર યુક્રેનની સશસ્ત્ર દળોની એઝોવ બટાલિયન પર ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે.
પોપની કડક ટિપ્પણીએ યુક્રેનમાં રશિયન હુમલાને ગણાવ્યો ‘ઘૃણિત’
પોપ ફ્રાન્સિસે યુક્રેન સામે રશિયાના “યુદ્ધ”ને “ક્રૂર અને માનવતા માટે અપવિત્ર” કરનાર ગણાવ્યું છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયન હુમલા પછીની તેમની આકરી ટિપ્પણીમાં, ફ્રાન્સિસે ગઈકાલે રવિવારે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં હજારો લોકોને સંબોધિત કર્યા અને કહ્યું કે યુક્રેનમાં દરરોજ દમન વધી રહ્યું છે. તેણે તેને ઘૃણાસ્પદ અને “અર્થહીન નરસંહાર” કહ્યો. ફ્રાન્સિસે રશિયાના સંદર્ભમાં સ્પષ્ટપણે કહ્યું, “આ માટે કોઈ ઔચિત્ય નથી.” જોકે તેણે રશિયાને આક્રમણખોર કહેવાનું ટાળ્યું હતું. પોપે રશિયાનું નામ લીધા વિના યુક્રેનના નાગરિકો સામે યુદ્ધની ભયાનકતાની પણ ટીકા કરી હતી. તેમણે ‘આંતરરાષ્ટ્રીય સમુદાયના તમામ વ્યક્તિઓ’ને યુદ્ધને સમાપ્ત કરવા માટે પ્રયાસો કરવા અપીલ કરી હતી. પોપે કહ્યું “એકવાર ફરી આ અઠવાડિયે, વૃદ્ધ લોકો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓ પર મિસાઇલો અને બોમ્બ ફેંકવામાં આવ્યા. તેણે કહ્યું કે તે બધા લોકો વિશે ચિંતિત છે જેમને ભાગી જવું પડ્યું હતું. ફ્રાન્સિસે કહ્યું, ‘મને તે લોકો માટે ખૂબ જ દુ:ખ થાય છે જેમને બચવાની કોઈ તક નથી.