કાબુલ એરપોર્ટ પર 26 ઓગસ્ટના રોજ થયેલા બ્લાસ્ટમાં 13 સૈનિકો સહિત 170 લોકોનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનામાં 20 વર્ષની નજમા સાદીક નામની એક યુવતી પણ મૃત્યુ પામી હતી. આ યુવતીએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલા તેણે યૂ ટ્યૂબ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો.
આ વિડિયો તેના ચાહકો માટે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં તેણે જણાવ્યું હતું કે “કદાચ હવે આપણે ક્યારેય નહિ મળીએ. પરંતુ હું ઈચ્છું છું કે આપણાં દેશમાં હાલ જે સ્થિતિ છે, તે એક ખરાબ સપનાંની જેમ પૂરી થઈ જાય.” પરંતુ દુખ ની વાત એ છે કે આ યંગ યુટ્યુબર હવે દુનિયામાં રહી નથી.
નજમા સાદીકી પર એક સ્પેશિયલ રિપોર્ટ CNN દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાના ચાર દિવસ પછી નજમાએ પોતાના ઘરેથી એક વિડીયો રેકોર્ડ કર્યો હતો.
આ ઉપરાંત સફેદ લિબાસમાં હસ્તી બોલતી નજમા અંતિમ વિડીયોમાં ખુબજ સુંદર જોવા મળી હતી. આ વિડીયો માં તેણે જણાવ્યું હતું કે “ હવે અમને ઘરમાંથી બહાર નીકળવાની અને કામ કરવા માટેની આઝાદી નથી. આ કારણે બધા પોતાનો અંતિમ વિડીયો રેકોર્ડ કરી લો.
અને હવે બધા ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.” આ યુવતી મોટા ભાગે કૂકિંગ અને ટુરિસ્ટ પ્લેસ પર અફઘાનિસ્તાની યુવાઓ સાથે અને યુવાનો માટેના વિડીયો બનાવતી હતી. અને તે અફઘાનિસ્તાની ઈન્સાઈડર યુટ્યુબ ચેનલ માટે પણ કામ કરતી હતી.
ત્યારબાદ અંતિમ વિડીયોમાં નજમા એ જણાવ્યું હતું કે” હવે કાબુલના રસ્તાઓ પર નિકળવામાં પણ ડર લાગે છે. અમારા માટે પ્રાથના કરો. અહી જિંદગી ખુબજ મુશ્કેલ થઈ ગઈ છે. હું આશા રાખું છું કે આ બધુ એક ખરાબ સપનાંની જેમ ખતમ થઈ જશે. અને એક દિવસ આપણે સુંદર સવાર જોઈશું.
અને હું જાણું છું કે હવે આ બધુ નમૂમકીન છે પણ હવે આ બધું સત્ય છે અને આપણે હવે તેની સાથેજ જીવવું પડશે. આ વિડીયો પોસ્ટ કરીને તેને દેશ છોડવાનો નિર્ણય કર્યો. અને ત્યારબાદ તે કાબુલ એરપોર્ટ પર પહોંચી. પરંતુ તેના ખરાબ નસીબે તેનો પીછો ન છોડયો. અને એરપોર્ટ પર પહોંચતાજ હુમલો થયો અને નજમા મૃત્યુ પામી.
નજમા પત્રકારત્વના અંતિમ વર્ષની વિધ્યાર્થીની હતી. નજમાના વિડીયોમાં ઘણી વાર તેની સાથે જોવા મળતી તેની દોસ્ત રોહીના અફસરે કહ્યું હતું કે, “નજમા પોતાના અભ્યાસનો ખર્ચ અને પરિવારનો ખર્ચ પોતેજ ઉઠાવવા માંગતી હતી.” આજે કાબુલ માં મોટાભાગના પરિવારો બે સમયનું ભોજન ઈચ્છે છે.