માત્ર 5 મિનિટમાં કોઈ પણ ખર્ચ વગર એસિડિટી અને ગેસ માંથી મળી જશે છુટકારો, જાણી લ્યો આ ઘરેલુ ઈલાજ
એસિડિટી પાચન તંત્ર સાથે જોડાયેલી એક સમસ્યા છે. આ સમસ્યા પેટ માં વધારે પડતાં એસિડ ઉત્પન્ન થવા ને કારણે થાય છે. આને એસિડ રિફ્લ્ક્સ પણ કહેવાય છે. આ દરમિયાન એસિડ અન્નનળી દ્વારા ગળા સુધી આવી જાય છે. કેટલીક વાર ખોરાક ઉલ્ટી ના રૂપ માં બહાર આવવા લાગે છે.
પશ્ચિમોત્તાસન બે શબ્દો પશ્ચિમ અને ઉત્તાસન મળી ને બન્યો છે. આમાં પશ્ચિમ તરફ પીઠ રાખવામા આવે છે જ્યારે ઉત્તાસન નો અર્થ શરીર ના પાછળ ના ભાગ ને આગળ ની બાજુ ખેચવો એવો થાય છે. સમતલ ભૂમિ પર બેસી ને પોતાના શરીર ના પાછલા ભાગ ને આગળ લાવવો પશ્ચિમોત્તાસન છે.
ખાસ કરી ને નવજાત બાળક દૂધ પીધા પછી તેને તરત જ કાઢી નાખે છે. આવું એસિડ રિફ્લક્સ ના લીધે થાય છે. એસિડ રિફ્લ્ક્સ ની સમસ્યા વધુ કોફી પીવા થી, ચટપટું અને ભરપેટ ખાવા થી થાય છે. આ કારણે ચક્કર અને પેટ ફુલવા લાગે છે. આના થી છૂટકારો મેળવવા માટે ખાણી પીણી અને રહેણી કરણી માં વિશેષ ફેરફાર કરો. સાથે જ રોજ યોગ કરો. યોગ ના કેટલાય આસન છે. આમાં ના બે એસિડિટી ને દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે, આવો જાણીએ.-
ઉષ્ટ્રાસન:
આ માટે સૌથી પહેલા ‘સાવિત્રી આસન’ માં આવી જાઓ. ત્યાર બાદ શરીર ને પાછળ ની બાજુ વાળી બંને હાથો ને પોતાના ઘૂટણ પર રાખો. એક વાત નું ધ્યાન રાખો કે ડોક ને ન વાળો, પણ ડોક ને કુદરતી અવસ્થા માં જ રહેવા દો. થોડી વાર સુધી આ સ્થિતિ માં જ રહો. હવે હાથ ને લઈ ને પહેલા ની સ્થિતિ માં આવી જાઓ. આ સ્થિતિ માંવધારે સમય ન રહો. જો કે ઉષ્ટ્રાસન ને યોગ શિક્ષક ની દેખરેખ માં કરો. સાથે જ શારીરિક શક્તિ નુ દમન ન કરો.
પશ્ચિમોત્તાસન:
પશ્ચિમોત્તાસન બે શબ્દો પશ્ચિમ અને ઉત્તાસન મળી ને બન્યો છે. આમાં પશ્ચિમ તરફ પીઠ રાખવામા આવે છે જ્યારે ઉત્તાસન નો અર્થ શરીર ના પાછળ ના ભાગ ને આગળ ની બાજુ ખેચવો એવો થાય છે. સરળ શબ્દો માં કહીએ તો સમતલ ભૂમિ પર બેસી પોતાના શરીર ના પાછલા ભાગ ને આગળ કરવો પશ્ચિમોત્તાસન છે. આ યોગ કરવાથી પેટ પરબળ પડે છે. સાથે જ પેટ માં ખેચાણ ઉત્પન્ન થાય છે આથી એસિડિટી ની સમસ્યા માથી આરામ મળે છે.