આ વર્ષે યોગ દિવસ ની થીમ ‘યોગા ફોર વેલ બિઈન્ગ’ છે. એટલે કે ‘સ્વાસ્થ્ય માટે યોગ.’ ૨૧ જૂન વર્ષ નાં ૩૬૫ દિવસોમાં સૌથી લાંબો દિવસ હોય છે, આ મનુષ્યનાં લાંબા જીવન ને દર્શાવે છે.
યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. ૨૧ જૂને દર વર્ષે મનાવવા માં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ને લઈ ને પૂરા વિશ્વ માં તૈયારિઓ થઈ રહી છે. આની શરૂઆત દેશ નાં પીએમ નરેન્દ્ર મોદી એ કરી હતી. ૨૧ જૂન ૨૦૧૫ થી આ દર વર્ષે મનાવાય રહ્યો છે.
દર વર્ષે યોગ દિવસ ની થીમ અલગ અલગ હોય છે. આ વર્ષે યોગ દિવસ ની થીમ ‘યોગા ફોર વેલ બિઈન્ગ’ એટલે કે ‘સ્વાસ્થ્ય માટે યોગ’ છે. ગયા વર્ષે એટલે કે ૨૦૨૦ માં કોરોના વાયરસ નાં કારણે લોકો ને ઘરમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી. તે સમયે યોગ દિવસ ની થીમ યોગા એટ હોમ એન્ડ યોગા વિથ ફેમિલી એટલે કે ‘ ઘરમાં રહી પરિવાર સાથે યોગ કરો’ હતી.
૧૭૭ સદસ્યો દ્વારા મુકાયો હતો પ્રસ્તાવ: પીએમ નરેંદ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માં આ દિવસ ને મનાવવાની પહેલ કરી હતી. આની પછી ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનું એલાન કરવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્ર માં ૧૭૭ સદસ્યો દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ને મનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને ૯૦ દિવસ ની અંદર પૂરા બહૂમત થી લાગુ કરવા માં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રસંઘ માં થયેલા કોઈ પણ પ્રસ્તાવ માટે આ સૌથી ઓછો સમય છે.
૨૧ જૂને જ શા માટે મનાવીએ છીએ યોગ દિવસ? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટે ૨૧ જૂન નો જ દિવસ નક્કી કરવા પાછળ ખાસ કારણ છે. ૨૧ જૂન નો દિવસ વર્ષ નાં ૩૬૫ દિવસ માં સૌથી લાંબો હોય છે. આ માનવી નાં લાંબા જીવન ને દર્શાવે છે. આ દિવસે સૂર્ય જલ્દી ઉગે છે અને મોડો આથમે છે. માનવા માં આવે છે કે આ દિવસે સૂર્ય નો તાપ સૌથી વધું પ્રભાવી હોય છે.આ દિવસે પ્રકૃતિ ની સકારાત્મક ઉર્જા સક્રિય રહે છે.
પૌરાણિક કથાઓ માં એવું કહેવામાં આવ્યું છે કે યોગ નો સૌથી પહેલો ઉલ્લેખ ભગવાન શિવ દ્વારા તેમના સાત શિષ્યો સામે કરવામાં આવ્યો હતો. આ સપ્ત ઋષિઓ ને ગ્રીષ્મ સંક્રાંતિ ની પછી આવતી પહેલી પૂનમ ના દિવસે યોગ ની દીક્ષા દેવા માં આવી.
યોગ દિવસ નું મહત્વ: યોગ ફક્ત શરીર થી જ નહી પણ માણસ ને માનસિક રૂપે પણ સશક્ત બનાવે છે. આનાથી નિરોગી રહેવા માં મદદ મળે છે. યોગ નાં વિભિન્ન પ્રકાર નાં આસનો ને કરવાથી આપણે બિમારીઓ થી દૂર રહી શકીએ છીએ. યોગ માણસ ની રોગ પ્રતિકારક શક્તિ ને વધારે છે. આનું પાલન કરવાથી કોઈ પણ લાંબી ઉમર સાથે સ્વસ્થ રહીને જીવી શકે છે. યોગ દિવસ નો ઉદ્દેશ્ય લોકો ને આ પ્રતિ જાગરૂત કરવાનો છે.
કોરોનાકાળ માં યોગ ખુબ જ જરૂરી: કોરોના મહામારી નાં સમય માં યોગ વધું જરૂરી બની જાય છે. આ આપણા સ્નાયુતંત્ર ને મજબૂત બનાવે છે. મહામારી દરમિયાન લોકો માં સૌથી વધુ તકલીફ ઓક્સિજન ને લઈ ને થઈ છે. લોકોને શ્વાસ લેવા માં તકલીફો નો સામનો કરવો પડ્યો. યોગ આપણા ફેફ્સા ને મજબૂત કરવાની સાથે સંક્રમણ થી બચાવ માં પણ મદદ કરે છે. આ સાથે યોગાસન કરવાથી શરીર ની ઈમ્યુનિટી પર પણ અસર પડે છે. અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…