સ્વાસ્થ્ય

દેખાવ માં લાગતાં આ નાના તલ નું સેવન કરવાથી તમારા શરીરમાં થશે આ ફાયદા..  

કાળા તલ શરીર માટે સૌથી ફાયદાકારક છે. કાળા તલમાં ઘણા ઔષધીય ગુણ રહેલા હોય છે. કાળા તલનું સેવન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. કાળા તલના તેલનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ થાય છે. કાળા તલની તાસીર ગરમ છે. 

ભારતમાં કાળા તલની વ્યાપક પ્રમાણમાં વાવેતર થાય છે. ગોળ અને તલથી બનેલા લાડુને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. ચાલો આપણે તેના ફાયદા જાણીએ. કાળા તલના સેવનથી શક્તિ અને ઊર્જા પ્રાપ્ત થાય છે સાથે સાથે કાળા તલમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે અને કેન્સરની બીમારીઓમાં પણ રાહત મળે છે. 

કાળા તલનું સેવન રદયની માંસપેશીઓને સ્વસ્થ રાખવામાં લાભદાયી છે. સાથે સાથે નાના બાળકોના વિકાસ માટે તલના તેલનું માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક છે. તલના તેલની માલીશ કરવાથી બાળક તંદુરસ્ત રહે છે અને સાથે સાથે તેને ઊંઘ પણ સારી આવે છે.

દરરોજ એક મોટી ચમચી જેટલા તલ ખાવાથી દાંત સાફ અને મજબૂત થાય છે. કાળા તલનું સેવન કરવાથી વાળ ખરતાં અટકે છે. વાળ વધુ મજબૂત અને કાળા બને છે. કાળા તલનું સેવન કરવાથી ડાયાબિટીસની બીમારીમાં પણ રાહત મળશે. 

સાથે સાથે કાળા તલનો મુખવાસ કરવાથી મોની દુર્ગંધ પણ દૂર થઈ જશે. કાળા તલના સેવનથી હાડકાં પણ મજબૂત થાય છે અને ગર્ભવતી મહિલા અને શિશુ માટે કાળા તલનું સેવન ખૂબ જ લાભદાયી છે. કાળા કલરના સેવનથી ઘણા બધા ફાયદા છે. 

તમે કાળા તલનું સેવન અલગ રીતે કરી શકો છો. તલની ચીકી બનાવીને, તેના લાડુ બનાવીને, કાળા તલનું કચ્ચરિયું બનાવીને. આમ કાળા તલનું સેવન જરૂરથી કરવું તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે શરીર સ્વસ્થ રહે છે અને ઉર્જા બની રહે છે. 

દાઝેલા ભાગ પર તલ ને વાટીને ઘી અને કપૂર સાથે લેપ કરવાથી ફાયદો થાય છે. કઈ પણ વસ્તુ તળતા સમયે દાઝી ગયા હોઈ તો દૂધમાં તલ વાટીને આછો લેપ કરવાથી ખુબજ ઝડપ થી રાહત થાય છે. શીયાળામાં ફાટેલા હાથ પગ ગાલ અને હોઠ પર તલ નું તેલ લગાવવાથી ફાયદો થાય છે. 

લસણ નાખીને ગરમ કરેલું તલનું તેલ કાનમાં નાખવાથી કાનના દુખાવામાં રાહત થાય છે. સ્ત્રીઓને માસિક વખતે ખુબ જ પીડા થતી હોય કે માસિક બરાબર ના આવતું હોય તો તલ ખાવાથી ખુબ જ ફાયદો થાય છે.

એક ગ્લાસ પાની માં એક ચમચી જેટલા તલ લઈને ઉકાળવું, પાણી અડધું રહે એટલે ઉતારીને તેમાં ગોળ નાખીને તે પાણી પીવાથી માસિક સાફ આવે છે. દરરોજ સવારે નરણા કોઠે કાળા તલ ખાવા. થોડા થોડા તલ ચાવી ચાવીને જ ખાવા અને ઉપર થી પાણી પીવું. 

તલ ખાઈને પછી ત્રણ કલાક સુધી કઈ જ ખાવું નહિ. જેમ બને તેમ સવાર માં વહેલા ઉઠીને તલ ખાવા જોઈએ. આ પ્રયોગ કરવાથી દુબળા માણસો જાડા થાય છે અને બહુ જાડા માણસો પાતળા થાય છે. 

[quads id=1]

Related Articles

Back to top button