અજબ ગજબસમાચાર

જેલમાં બંધ પતિ સાથે સંબંધ માટે મહિલાએ કોર્ટમાં કરી એવી દલીલ કે જાણી ને તમે પણ ચોકી જશો

  • હત્યા-અન્ય ગુનાઓમાં 2018થી જેલમાં બંધ આરોપી અંગે હાઇકોર્ટે હરિયાણા ગૃહ વિભાગ પાસે જવાબ માગ્યો.

વંશ વધારવા માટે જેલમાં બંધ પતિ સાથે સંભોગની ઈચ્છા થતાં મહિલાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે, મહિલાએ અરજી કરીને જેલમાં બંધ પતિ સાથે શારીરિક સંબંધો બાંધવા માટેની મંજૂરી પણ માંગી છે. પ્રાપ્ત માહિતી મુજબ હરિયાણા હાઇકોર્ટમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ગુરુગ્રામની એક મહિલાએ જેલમાં બંધ પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાની પરવાનગી માંગી છે. મહિલાએ દલીલ કરી છે કે જેલના સળિયા પાછળ રહેલા માણસને વંશ વધારવા માટે ન રોકી શકાય.

આ અંગે હાઇકોર્ટે હરિયાણાના ગૃહ વિભાગ પાસે જવાબ માંગ્યો છે. અરજદાર મહિલાએ કહ્યું કે તેના પતિને ગુરુગ્રામ કોર્ટે હત્યા અને અન્ય ગુના માટે દોષિત ઠેરવ્યા છે. પતિ 2018થી ભોંડસી ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ છે. પત્નીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેને એક બાળક જોઈએ છે અને તે તેના પતિ સાથે સંબંધ બાંધવા માંગે છે.

અરજદાર મહિલાના વકીલે કહ્યું કે સ્ત્રીને માનવ અધિકાર હેઠળ વારસો મેળવવાનો અધિકાર છે. અરજદારે દલીલ કરી હતી કે શું બંધારણની કલમ 21 હેઠળ તેને જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર છે ? એવું જાણવા મળ્યું હતું કે, હાઈકોર્ટે જસવીરસિંહ બનામ પંજાબ રાજ્યના એક કેસનો નિકાલ કરતી વખતે સરકારને પરિવાર માટે કેદીઓ સાથે પત્નીના સંબંધ અંગે નીતિ ઘડવા કહ્યું હતું. કોર્ટે હરિયાણાના એડિશનલ એડવોકેટ જનરલને પૂછ્યું કે શું જસવીરસિંહ કેસમાં હાઇકોર્ટના આદેશ પર રાજ્ય સરકારે આવી કોઈ નીતિ ઘડી છે ?

[quads id=1]

Related Articles

Back to top button