Bharatiya Samvidhan Book લોન્ચ કરવાની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ કહી આ મોટી વાત….
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રામ બહાદુર રાયની ભારતીય બંધારણની પુસ્તકનું વિમોચન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું છે કે, બંધારણના ઘડવૈયાઓ ભારતની આત્માને સમજે છે. તેમણે જણાવ્યું કે, દેશ બંધારણ પર ચાલે છે. ભારતનું બંધારણ અનન્ય છે. તેમણે જણાવ્યું કે, ફરજનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, કર્તવ્ય છે તો અધિકાર છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, આપણા ત્યાં સામાન્ય માણસને પ્રેરણા આપવા માટે ઋષિમુનિઓને એક મંત્ર આપ્યું હતું, ચરૈવેતિ, ચરૈવેતિ, ચરૈવેતિ…એક પત્રકાર માટે આ મંત્ર નવા વિચારોની શોધ અને સમાજ સામે કંઇક નવું લાવવાની ઈચ્છા તેમની સરળ સાધના હોય છે.
પુસ્તક વિમોચન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ‘Bharatiya Samvidhan Book’, તમારું આ પુસ્તક તેના શીર્ષકને અનુરૂપ રહેશે અને દેશની સામે બંધારણને વધુ વ્યાપક રીતે રજૂ કરશે. હું રામ બહાદુર રાય જી અને તેના પ્રકાશન સાથે સંકળાયેલા તમામ લોકોને આ નવતર પ્રયાસ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
My remarks at release of book written by Shri Ram Bahadur Rai. https://t.co/ApapYWx1AE
— Narendra Modi (@narendramodi) June 18, 2022
પીએમ મોદીએ જણાવ્યું કે, જ્યારે આપણે નવા સંકલ્પ સાથે બહાર નીકળીએ છીએ, ત્યારે આપણી માહિતી આપણી જાગૃતિ બની જાય છે. આપણું જ્ઞાન જ બોધ બની જાય છે, તેથી એક રાષ્ટ્ર તરીકે આપણે આપણા બંધારણને ઊંડાણપૂર્વક જાણીશું તેટલા પ્રમાણમાં આપણે બંધારણની શક્તિનો સારી રીતે ઉપયોગ કરી શકીશું.