લાઈફસ્ટાઈલ

ગર્ભાવસ્થામાં “ઝેર” સમાન છે ફૂડ: જાણો 5 મોટા કારણો

ગર્ભાવસ્થા દરમિયાન જંકફૂડનું સેવન "ઝેર" સમાન છે

ગર્ભાવસ્થા દરમિયાન હાર્મોનલ બદલાવોના કારણે કેટલીયવાર મોઢાનો સ્વાદ સારો નથી હોતો. ક્યારેક-ક્યારેક તીખું અને ખાટું ખાવાનું મન થાય છે. ત્યારે આવામાં મહિલાઓ કેટલીક વાર જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાઈને પોતાની ઈચ્છાઓ સંતોષી લે છે. પરંતુ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે, ગર્ભાવસ્થા દરમિયાન જંક ફૂડ અને ફાસ્ટફૂડ ખાવાથી બચવું જોઈએ.

આ સમયે મહિલાઓને કેટલાય પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે કારણ કે તેના શરીરમાં જ બાળકનો વિકાસ થઈ રહ્યો હોય છે. ત્યારે આવામાં જંક ફૂડ મહિલા અને તેના ગર્ભસ્થ બાળક માટે કેટલાય પ્રકારની સમસ્યાઓ સર્જી શકે છે. તો આવો જાણીએ કે પ્રેગ્નેન્સી દરમિયાન શા માટે ન ખાવું જોઈએ જંક ફૂડ.

  1. જંકફૂડમાં તેલ, ખાંડ, વસા અને કેલરી મોટી માત્રામાં હોય છે. ત્યારે આવા સમયે જંકફૂડનું વધારે સેવન વજનને તેજીથી વધારે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાનું વજન પ્રાકૃતિક રૂપે પહેલાથી જ વધી રહ્યું હોય છે અને આવા સમય જંકફૂડ ખાવાથી તેનું વજન વધારે વધી જાય છે. આનાથી મહિલાઓને કેટલાય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  2. જંકફૂડને વધારે ખાવાથી કેટલીક વાર બીપીની સમસ્યા થઈ શકે છે. જો આપ પહેલાથી હાઈ બીપી અથવા હાર્ટની કોઈ સમસ્યાઓથી પરેશાન છો તો આપને આ મામલે ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે.
  3. ગર્ભાવસ્થા દરમિયાન જંકફૂડ વધારે ખાવાથી જેસ્ટેશનલ ડાયાબિટીઝનું સંકટ વધી જાય છે કારણ કે જંકફૂડમાં શુગર અને કેલોરિફિક પદાર્થોની માત્રા વધારે હોય છે. જેસ્ટેશનલ ડાયબિટીઝના કારણે જન્મના સમયે બાળકનું વજન વધારે હોઈ શકે છે અથવા તો પ્રીમેચ્યોર ડિલીવરી પણ થઈ શકે છે.
  4. જંકફૂડમાં કોઈપણ પ્રકારના ન્યૂટ્રીએન્ટ્સ હોતા નથી. આના વધારે સેવનથી બાળકનું મગજ, હ્યદય, લંગ્સ અને હાડકાઓ પર વિપરીત અસર પડે છે. સાથે જ ગર્ભમાં અંદર જ બાળકને અનહેલ્ધી ફૂડ ખાવાની આદત પડી જાય છે.
  5. ગર્ભાવસ્થા દરમિયાન જંકફૂડના વધારે સેવનથી ગર્ભમાં રહેલા બાળકના મગજના વિકાસ પર પણ વિપરીત અસર પડે છે. સાથે જ કેટલાક સંશોધનો જણાવે છે કે પ્રેગ્નેન્સી દરમિયાન જંકફૂડના વધારે પડતા સેવનથી મહિલાઓમાં એલર્જી અને અસ્થમાનું સંકટ વધી જાય છે.
[quads id=1]

Related Articles

Back to top button