રાજકારણ

લઠ્ઠાકાંડ મુદ્દે મુખ્યમંત્રી અને સી.આર.પાટિલ શા માટે ચૂપ છે?: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ એક વિડિયો ના માધ્યમથી જણાવ્યું કે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે.  આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી થયો, આની પહેલા પણ વારંવાર લઠ્ઠાકાંડ થયો છે.  પહેલા  પણ  કેટલાય લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે. અને લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધી કાંઈ થયું નથી.  પાંચ દિવસ થોડી જગ્યાઓ પર રેડો પડે, બે નાના દેશી દારૂના અડ્ડા ચલાવનારા લોકો પકડાય  અને આખી વાત ત્યાં જ પુરી થઇ જાય.

 

મીડિયામાંથી મળતી માહિતી પ્રમાણે આખા વર્ષમાં ગુજરાતમાં 10 હજાર કરોડ રૂપિયાનો ગેરકાનૂની દારૂ વેચવામાં આવે છે.  તો મારો એક સવાલ છે કે આ રૂપિયા જાય છે ક્યાં? હદ તો ત્યાં થઈ જાય છે જ્યારે ભાજપના લોકો દારૂ ની જગ્યાએ કેમિકલ ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે અને કહે છે કે કેમિકલને કારણે મૃત્યુ થયા છે.  શું તમે લોકો મોતને જુઠા પાડો છો?

 

શું ગરીબ હોવું ગુનો છે?  આજે ગરીબ લોકોના મૃત્યુ ને તમે ખોટા ઠેરવો છો અને કહો છો કે લઠ્ઠાકાંડ નથી પણ કેમિકલના કારણે મૌત થયું છે. ગુજરાત સરકાર અને ભાજપમાં જો શરમ હોય તો સૌથી પહેલા આ કેમિકલ કેમિકલ બોલવાનું બંધ કરે. આ બધું સાંભળીને મારું લોહી ઉકળી ઉઠે છે. ભાજપના કાર્યકર્તાઓએ પણ  ભાજપ સરકારને કહેવું જોઈએ કે “જે ભૂલ થઇ છે તે સ્વીકારી લેવી જોઈએ.” કોરોના ના સમયમાં વિજય રૂપાણી સરકારે એવી માહિતી ફેલાવી હતી કે કોરોના ના કારણે લોકોના મોત નથી થઈ રહ્યા.  અને  ભગવાન તેમને સત્તામાંથી બેદખલ કરી દીધા.

 

આજે ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટિલ એવું કહે છે કે  લોકોના મોત  દારૂ થી નહીં પણ કેમિકલથી થયા છે.  આનાથી પણ વધારે દુઃખની વાત એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી પોતે ગુજરાત આવીને લઠ્ઠાકાંડ પીડિતોની મુલાકાત લે છે,  મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે.  પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ હજી ચૂપ છે.  શા માટે તેઓ પીડિતોને મળવા પણ નથી જઈ રહ્યા અને મૃતકો માટે સહાનુભૂતિ પણ નથી દર્શાવી રહ્યા. એ લોકો એક ટ્વિટ કરીને પણ સહાનુભૂતિ નથી દર્શાવી રહ્યા.

 

મારે દિલ્લીના ભાજપના નેતાઓને કહેવું છે કે તમે વારંવાર તમે ટવિટ કરતા હો છો પણ આજે આટલી મોટી ઘટના બની છે આજે 32 થી વધુ લોકો ના મૃત્યુ થયા છે. પણ તેઓ પણ કોઈ સહાનુભૂતિ કે શ્રદ્ધાંજલિ ની પણ ટવિટ નથી કરતા તો શરમ આવે છે મને આવા નેતાઓ પર.

 

 

[quads id=1]

Related Articles

Back to top button