વ્યવસાય

જો કોઈનું મૃત્યુ થઈ જાય તો તેણે લીધેલી લોનનું શું થાય છે? કોને આપવા પડે છે બાકીનાં પૈસા? વાંચો આ મહત્વનો લેખ

ક્યારે પણ તમે વિચાર્યું છે કે આવી પરિસ્થિતિમાં બેંકનાં બાકીનાં પૈસા કોણ ચુકવે છે? કે પછી શું ઉત્તરાધિકારીને બાકીના પૈસા ચુકવવા પડે છે? કે પછી આ માટે કોઈ અલગ નિયમ હોય છે? મૃત્યુ બાદ લોન ની ભરપાઈ કરવાને લઈને દરેક લોન માટે અલગ અલગ નિયમો છે.

જ્યારે પણ પૈસાની જરૂર પડે છે ત્યારે બેંક ગ્રાહક બેંક પાસેથી લોન લઈ લે છે અને હપ્તાઓ માં તેની ચુકવણી કરે છે. પણ દુર્ભાગ્યથી કેટલીક વાર લોન લેવા વાળા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને લોન નાં ઘણા પૈસા ભરવાનાં બાકી રહી જાય છે. ક્યારે પણ તમે વિચાર્યું છે કે આવી પરિસ્થિતિમાં બેંકનાં બાકીનાં પૈસા કોણ ચુકવે છે? કે પછી શું ઉત્તરાધિકારીને બાકીના પૈસા ચુકવવા પડે છે? કે પછી આ માટે કોઈ અલગ નિયમ હોય છે?

જો તમે પણ આ વાતનો જવાબ જાણવા માંગતા હોવ તો અમે તમને જણાવીએ કે આ પરિસ્થિતિ માં લોન ની ચુકવણી કઈ રીતે કરવામાં આવે છે અને ક્યા વ્યક્તિ પર આ લોન ને ચુકવવાની જવાબદારી હોય છે. જાણો મૃત્યુ બાદના લોન સાથે જોડાયેલા નિયમો શું છે અને કેવી રીતે બાકી લોનની ચુકવણી કરી શકાય છે.

શું છે નિયમ? મની 9ની રિપોર્ટ ની અનુસાર, મૃત્યુ બાદ લોન ની ચુકવણી માટે ના, દરેક લોન નાં અલગ અલગ નિયમો છે. આ નિયમ હોમ લોનમાં અલગ હોય છે તો પર્સનલ લોન માટે અલગ રીતે કાર્યવાહી કરવામાં આવે છે. આથી જ તમારે દરેક લોનના પ્રકારને ધ્યાનમાં રાખી સમજવું પડશે કે લોન વાળા વ્યક્તિના મૃત્યુ બાદ લાેનની ચુકવણી કોણ કરે છે?

હોમ લોનમાં શું છે નિયમ? હકીકતમાં, જ્યારે પણ હોમ લોન લેવામાં આવે છે ત્યારે લોનની અવેજીમાં ઘરનાં કાગળ ગીરવે રાખવામાં આવે છે, એટલે કે ઘર ગીરવે રાખવામાં આવે છે. હોમ લોનની સ્થિતિમાં જ્યારે ઉધાર લેવા વાળા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે કો-બોરોવર પર લોન જમા કરવાની જવાબદારી હોય છે. જો તે લોનની ચુકવણી કરી શકે તેમ હોય તો જ તેમને આ જવાબદારી સોંપવામાં આવે છે.

આ સિવાય એમને વિકલ્પ પણ આપવામાં આવે છે કે તે સંપત્તિ વેચીને લોનની ચુકવણી કરે. જો આમ પણ થઈ શકે તેમ ન હોય તો બેંક લોનની અવેજીમાં રાખેલી સંપત્તિની નીલામી કરી દે છે. અને આમાંથી લોનની બાકીની રાશિ વસુલી લે છે. આ સિવાય પણ કેટલીક બેંકો એક નવો વિકલ્પ પણ કામમાં લેવા લાગી છે, બેંક તરફથી લોન લેતા સમયે જ એક ઈન્શ્યોરન્સ કરાવી દેવા માં આવે છે કે જો એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો બેંક ઈન્શ્યોરન્સ ના માધ્યમ વડે તેની વસુલાત કરી લે છે. આથી જ્યારે પણ તમે બેંક પાસેથી લોન લ્યો છો ત્યારે તમે તેમને આ ઈન્શ્યોરન્સ ની વિશે પૂછી શકો છો.

પર્સનલ લોનમાં શું છે નિયમ? પર્સનલ લોન સિક્યોર્ડ લોન નથી હોતી. એવામાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લોન ની સ્થિતિમાં મૃત્યુ થયા બાદ બેંક કોઈ બીજી વ્યક્તિ પાસે થી પૈસા વસૂલી શકતી નથી. સાથે જ ઉત્તરાધિકારી ની પણ પર્સનલ લોન માટેની કોઈ જવાબદારી હોતી નથી. આવા માં વ્યક્તિના મૃત્યુ સાથે લોન પણ પૂરી થઈ જાય છે.

વાહન લોનમાં શું છે નિયમ? વાહન લોન એક રીતની સિક્યોર્ડ લોન હોય છે. આ સ્થિતિમાં જો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો બેંક તેના ઘરવાળાને લોન ચુકવવા માટે કહે છે. જો મૃત વ્યક્તિના ના પરિવાર જનો પણ લોનની ચુકવણી ન કરે તો પછી બેંક એ વાહનને જપ્ત કરી, તેને વેચીને પૈસા વસુલી લે છે.

[quads id=1]

Related Articles

Back to top button