રાજકારણ

PM મોદીએ આખરે કઈ વાત પર કર્યા બિહારના CM નીતિશ કુમારના વખાણ? કહ્યા સાચા સમાજવાદી

PM મોદીએ આખરે કઈ વાત પર કર્યા બિહારના CM નીતિશ કુમારના વખાણ? કહ્યા સાચા સમાજવાદી

બિહારના રાજકીય ગલિયારાઓમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનતા દળ યુનાઇટેડ (JDU) વચ્ચેના ખટાશના સંબંધો વિશે ઘણી વાર્તાઓ ચાલતી રહે છે. જો કે, બંને પક્ષો ગઠબંધનને અતૂટ ગણાવે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે, તેમને રાજનીતિમાં પરિવારવાદ સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે સમાજવાદી નેતાઓ રામ મનોહર લોહિયા અને જૉર્જ ફર્નાન્ડિસનો પણ ઉલ્લેખ કર્યો અને સવાલ કર્યો. PM મોદીએ પૂછ્યું, શું તેમણે ક્યારેય તેમના પરિવારને પ્રમોટ કર્યો? બિહારના મુખ્યમંત્રી અને ભાજપના સહયોગી દળ જેડીયુના પ્રમુખ નીતિશ કુમારનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે તેઓ પણ એક સમાજવાદી નેતા છે. તેમના પરિવારો ક્યારેય રાજકીય મંચ પર જોવા મળ્યા નથી.

ભાજપની અંદરના પરિવારવાદ વિશે પણ કરી વાત

ભાજપની અંદર પણ પરિવારના નેતા હોવાના આરોપોને લઈને વડા પ્રધાને કહ્યું કે એક પરિવારમાંથી એક કે બે લોકોને ટિકિટ મેળવવી અને જીતવી અને એક પાર્ટીમાં તમામ મહત્વપૂર્ણ રાજકીય હોદ્દાઓ એક પરિવારની પાસે હોવામાં તફાવત હોય છે. માની લો કે કેટલાક યુવાનો છે જેને ભાજપમાં જોડાવું નથી. આવા યુવાનો સામે એકમાત્ર વિકલ્પ ભાજપ જ છે, કારણ કે તે પરિવારવાદી રાજકારણને કારણે બીજે ક્યાંય જઈ શકતા નથી. આવા યુવાનો અહેસાસ કરે છે કે તેમનો ઘણીવાર ઉપયોગ કરી લેવામાં આવે છે અને પછી તેમને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં યુવાનો રાજકીય જીવનમાં પ્રવેશતા ડરને અનુભવી રહ્યા છે. બીજેપી આગળ વધી રહી છે અને તે તેના કારણે જ છે, કારણ કે આ પાર્ટીમાં બધું જ લોકતાંત્રિક રીતે થાય છે.

મંત્રીએ વ્યક્ત કર્યો પીએમ મોદીનો આભાર

બિહાર સરકારમાં જળ સંસાધન મંત્રી સંજય કુમાર ઝાએ તેમના નેતાના વખાણ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, “નીતીશ કુમાર હંમેશા મૂલ્ય આધારિત રાજનીતિના પક્ષમાં રહ્યા છે. તેઓ એક કટ્ટર લોકશાહી અને સમકાલીન ભારતમાં સાચા સમાજવાદી નેતા છે. તેઓ વંશવાદી રાજકારણના વિરોધી છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. કે તેમને આજે તેમના ટીવી ઈન્ટરવ્યુમાં JDUની આ મૂલ્ય પ્રણાલીને માન્યતા આપી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago