રાજકારણ

આ હારથી અમે શીખીશું, ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ બોલ્યા રાહુલ ગાંધી

આ હારથી અમે શીખીશું, ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ બોલ્યા રાહુલ ગાંધી

યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે જનતાના નિર્ણયને નમ્રતાથી સ્વીકારવાની અપીલ કરી છે અને કહ્યું છે કે અમે આ હારમાંથી શીખીશું. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબમાં પણ પાર્ટીએ તેની સત્તા ગુમાવી દીધી છે.

ચૂંટણી પરિણામોને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘લોકોના નિર્ણયને નમ્રતાથી સ્વીકારો. જનાદેશ જીતનારને અભિનંદન. હું કોંગ્રેસના તમામ કાર્યકરો અને સ્વયંસેવકોની મહેનત અને સમર્પણ માટે આભાર માનું છું. અમે આમાંથી શીખીશું અને ભારતના લોકોના હિત માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો યુપીમાં કોંગ્રેસનું ખાતું ખુલશે કે કેમ તે અંગે હાલમાં શંકાનો વિષય છે. જો કે તે એક કે બે સીટો પર આગળ ચાલી રહી છે. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ પાર્ટીને ખરાબ રીતે નુકસાન થયું છે. જો કે ઉત્તરાખંડમાં બીજેપીએ વાપસી કરી રહી છે જ્યારે કોંગ્રેસ માત્ર 18 સીટો પર આગળ છે. જયારે, પંજાબમાં પણ કોંગ્રેસની હાલત કફોડી બની છે. સત્તામાં હોવા છતાં કોંગ્રેસ ખાસ કંઈ કરી શકી નથી. આમ આદમી પાર્ટી 91 સીટો પર લીડ સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભગવંત માન આગામી સીએમ હશે.

ભગવંત માન ધુરી વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. જ્યારે કોંગ્રેસ પક્ષની ખરાબ હાલત ચાલુ છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બંને સીટો પરથી હારી ગયા છે. આ સાથે જ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પણ પોતાની સીટ હારી ગયા છે. જેને AAP ઉમેદવાર જીવનજોત કૌરએ હરાવ્યા છે. અકાલી પરિવારને પણ આ ચૂંટણીમાં ખરાબ હારનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટીના બંને દિગ્ગજ નેતાઓ પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલ તેમની બેઠકો ગુમાવી ચૂક્યા છે. અહીં કેપ્ટન અમરિંદર સિંહ પણ પટિયાલ સીટ પરથી ચૂંટણી હારી ગયા છે.

[quads id=1]

Related Articles

Back to top button