વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ની જોડી ખૂબ ચર્ચા માં રહે છે. જુનિયર કોહલી ના આગમન પછી લોકો એ તેમને ખૂબ સારી શુભેછાઓ પાઠવી હતી. સેલિબ્રિટીઓ એ આ નાનકડી બાળકી માટે મોંઘા મોંઘા રભેટસોગદો મોકલાવ્યા હતા. વિરાટ-અનુષ્કા ની જોડી ને લોકો ‘પાવર કપલ’ તરીકે ઓળખાવમાં આવે છે.
એમ કહેવું પણ ખોટું નહીં લાગે કે હાલમાં અનુષ્કા અને વિરાટ ભારત ના સૌથી અમિર સેલેબ્રીટી માનું એક યુગલ છે. એક રિપોર્ટ અનુસાર, જો અનુષ્કા અને વિરાટ બંનેની સંપત્તિ ઉમેરવામાં આવે તો તેમની કુલ સંયુક્ત સંપત્તિ લગભગ 1200 કરોડ જેટલી થાય છે. બધી હસ્તીઓની જેમ તેણે પણ પોતાની આવકનો મોટો ભાગ સંપત્તિમાં લગાવ્યો છે. મુંબઇના લક્ઝુરિયસ વિલાથી માંડીને અલીબાગમાં લક્ઝુરિયસ ફાર્મ હાઉસ સુધી, ‘વિરુષ્કા’ પાસે કરોડોની સંપત્તિ છે.
અનુષ્કા અને વિરાટ કોહલીની જોડી ની જેમ જ તેમનો આ મુંબઇ માં આવેલો એપાર્ટમેન્ટ સુંદર છે. મુંબઈના વરલીમાં વિરાટ અને અનુષ્કાનો ખૂબ જ વૈભવી ફ્લેટ છે, જેને વિરાટે 34 કરોડમાં ખરીદ્યો હતો. અનુષ્કા સાથેના લગ્ન બાદ વિરાટ દિલ્હીથી મુંબઇ શિફ્ટ થઈ ગયો. વિરાટ અને અનુષ્કાનો એપાર્ટમેન્ટ ગગનચુંબી ઇમારત ‘ઓમંકર 1973’ ના 35 મા માળે આવેલો છે. વિરાટ અને અનુષ્કાનું ઘર વિશાળ અરબી સમુદ્રનું સુંદર દૃશ્ય જોવા મળે છે .
વિરાટનું ઘર લગભગ 7000 સ્ક્વેર ફીટમાં બનાવવામાં આવ્યું છે. વિરાટ-અનુષ્કાનું મકાન બિલ્ડિંગના સી બ્લોકમાં છે. આ એક 5BHK સી-ફેસિંગ એપાર્ટમેન્ટ છે. પોતાના આ ફ્લેટ માં વિરાટે અંગત જીમ પણ બનાવ્યું છે. વિરાટ અને અનુષ્કાએ તેમના ઘરને એટલા સુંદર રીતે સજ્જ કર્યું છે કે દરેક આ ઘરની ખૂબ પ્રશંસા કરે છે.
આ ઉપરાંત મુંબઇને અડીને આવેલા અલીબાગમાં પણઆ કપલ એક આલીશાન ફાર્મહાઉસ ધરાવે છે. તાજેતરમાં કોઈને પણ આ અનુષ્કા-વિરાટ ફાર્મહાઉસ વિશે જાણ નહોતી. પરંતુ લોકડાઉન દરમિયાન વિરાટે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેપીન પીટરસનને ઈન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન તેના અલીબાગ ફાર્મહાઉસ વિશે ખુલાસો કર્યો.
અનુષ્કા અને વિરાટે તેમના ફાર્મહાઉસમાં લોકડાઉનનો ઘણો સમય પસાર કર્યો. અહેવાલો અનુસાર અનુષ્કા અને વિરાટનું આ ફાર્મ પણ તેમના મુંબઇ ના એપાર્ટમેન્ટ ની જેમ ખૂબ જ વૈભવી છે. જેમાં ખાનગી સ્વિમિંગપૂલ પણ છે. એટલું જ નહીં, તેના ફાર્મહાઉસમાં એક નાનો બગીચો પણ છે.
વિરાટ કોહલીએ દિલ્હીને અડીને ગુરુગ્રામમાં એક ભવ્ય ઘર ખરીદ્યું છે. જોકે આ વૈભવી ઘર નો ઠાઠ કોઈ આલીશાન વિલા થી કઈ ઓછો નથી. તેનું આ વૈભવી ઘર ગુરુગ્રામના ડીએફએલ સિટી ફેઝ 1 માં આવેલું છે.
વિરાટ-અનુષ્કાના આ ઘરની કિંમત અંદાજિત 80 કરોડ છે. ઘરની શરૂઆત આ વર્ષના પ્રારંભમાં વિરાટે તેના પરિવાર માટે કરી હતી. વિરૂષ્કાના આ ઘરને પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર કોન્ફ્લ્યુન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…