જાણો એક સામાન્ય પરિવાર ની દીકરી કઇ રીતે બની ઑફિસર, માતા દુકાન ચલાવતા હતા અને પિતા શાળા માં નોકરી કરતાં હતા
આ દીકરી બની છે આપણા દેશની અસલી હીરો. તમારે જો તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે ઈમાનદારીથી મહેનત કરો તો સફળતા જરૂર હાજર થાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાની મહેનત આધારે કોઈ પણ સિદ્ધિ હાંસિલ કરી શકે છે. આઈપીએસડોક્ટર વિશાખા ભદાને કે જે વર્ષ 2018 ની બેચ ના છે, તેમણે આ વાત સાકાર કરી દીધી છે.
આઈ પી એસ ડો વિશાખા ભદાણે મહારાષ્ટ્ર ના નાસિક ના વતની છે. તેમના પિતા અશોક ભદાણે નાસિક મા આવેલ ઉમરા ગામ ની સરકારી શાળા ના વર્ગ 4 કર્મચારી છે. અશોક ભાઈ ને સંતાન મા 2 દીકરી અને એક દીકરો છે. મિડલ ક્લાસ લોકો ઘણી વખત આપણાથી જીવન મા કઈ નઈ થાય એવી ધારણા બાંધી લેતા હોય છે. પરંતુ આ બેને એ સાબિત કરી દીધું કે કોઈ પણ જાત ની ધારણા બાંધી લેવી જોઈએ નહિ.
વિશાખા ના પિતા ની પેલેથી એવી ઈચ્છા હતી કે બાળકો સારુ એવુ ભણી ને ખુબ આગળ વધે અને મોટા વ્યક્તિ બને. આથી તેઓ બાળકો ના શિક્ષણ પર પેલેથી જ ખુબ જ ધ્યાન આપતાં હતા.પિતાનો પગાર ઓછો હોવાને કારણે માતા એ એક દુકાન ખોલી હતી. દુકાન માંથી થતી આવક ને લીધે દીકરાઓ ને ભણતર ના ખર્ચાઓમા મદદ મળતી હતી.
તેમ છતાં આ પરિવાર બાળકો ના મોંઘા પુસ્તકો માટે ના ખર્ચા મા પોહચી નો તા વળતા. આથી બાળકો વેકેશન ના સમય મા લાયબ્રેરી મા જઈ ને પુસ્તકો વાંચતા હતા. તેમની ભણવા પ્રત્યે ની આ ધગશ જોઈએ ને પ્રોફેસરો પણ ખુબ રાજી થતા.
વિશાખા જયારે 19 વર્ષ ની હતી ત્યારે માતા ની નિધન થઇ જવાને લીધે ઘર ચલાવવાની તમામ જવાબદારી વિશાખા ની માથે આવી ગઈ હતી. ઘર નું બધું કામ પતાવી ને વિશાખા અભ્યાસ મા ધ્યાન આપતી હતી.વિશાખા એ અને તેના નાના ભાઈ એ સરકારી આયુર્વેદિક કોલેજ ની એન્ટ્રાન્સ એક્ષામ ક્રેક કરી ને ત્યાં બી એમ એમ એસ માટે એડમિશન લીધું.
આ માટે તેમના પિતા ને બેન્ક માંથી લોન લેવી પડી હતી, ત્યારબાદ તેમનું શિક્ષણ શક્ય બન્યું હતું.મિત્રો આપણા દેશ ના આવા ઓફિસરો વિદ્યાર્થી ઓ ને ખુબ સારી પ્રેરણાદાયક પુરી પડે છે અને પ્રોત્સાહન આપે છે.તમારી નજર મા આવી કોઈ સ્ટોરી હોય તો અમને મેસેજ કરો. અમે તેં સ્ટોરી ને જરૂર લોકો સમક્ષ રજૂ કરશું.