મનોરંજનરમત ગમત

વિરાટ કોહલીના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, આવું કરનાર છઠ્ઠા ભારતીય બેટ્સમેન બન્યા

વિરાટ કોહલીના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, આવું કરનાર છઠ્ઠા ભારતીય બેટ્સમેન બન્યા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમને કારકિર્દીની 100 મી ટેસ્ટ મેચમાં 8000 રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તે છઠ્ઠા ખેલાડી બની ગયા છે. મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલીએ આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેમણે 200 મેચમાં 15921 રન બનાવ્યા છે. જ્યારે 8 હજાર કે તેથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીનું નામ પણ સામેલ થઈ ગયું છે. આવું કરનાર તે છઠ્ઠા ભારતીય બેટ્સમેન બની ગયા છે. વર્તમાન રેકોર્ડ પર નજર કરીએ તો સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના બાબતમાં કોહલી પણ છઠ્ઠા સ્થાન પર છે.

ઉલ્લેખનીય છે કે, ભારત માટે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન પ્રથમ સ્થાન પર છે. જ્યારે રાહુલ દ્રવિડ આ મામલે બીજા સ્થાને છે. રાહુલ દ્રવિડે 164 મેચમાં 36 સદીની મદદથી 13288 રન બનાવ્યા છે. સુનીલ ગાવસ્કરે 125 મેચમાં 10122 રન બનાવ્યા છે. આ મામલામાં વીવીએસ લક્ષ્મણ ચોથા સ્થાને અને વીરેન્દ્ર સેહવાગ પાંચમા સ્થાને છે.

[quads id=1]

Related Articles

Back to top button