વાયરલ સમાચાર

શું આપે ક્યારેય સસલાને પાણીમાં તરતા જોયું છે? જૂઓ આ વાયરલ વિડીયો

સોશિયલ મીડિયા પર હજારો લોકો આ સસલાના ફેન થઈ ગયા

સોશિયલ મીડિયા પર જાનવરોના વિડીયો ખૂબ જ વાયરલ થતા રહે છે. કેટલીકવાર આ લોકોની કેટલીક ક્યૂટ હરકતો કેમેરામાં કેદ થઈ જાય છે અને અવિશ્વસનીય હોય છે. ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને ફેસબુક પર આવા કેટલાય અકાઉન્ટ્સ છે કે જેના પર માત્ર પશુ-પક્ષીઓ અને જાનવરોના વિડીયો શેર કરવામાં આવે છે. આ વાયરલ વિડીયોમાં સસલુ તરતું દેખાઈ રહ્યું છે.

https://twitter.com/buitengebieden_/status/1431526081899778049?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1431526081899778049%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Foff-beat%2Fviral-video-of-rabbit-swimming-in-water-will-make-your-day%2F974664

ટ્વીટ પર એક અકાઉન્ટ પરથી રોજ જાનવરોના ક્યૂટ વિડીયો શેર કરવામાં આવે છે. આવો જ એક વિડીયો અત્યારે Buitengebieden નામના આ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે એક સસલું કોઈ નદી-તળાવમાં તરી રહ્યું છે.

અત્યારસુધી આપે માણસોને તો ખૂબ જ મજાથી પાણીમાં તરતા જોયા હશે. ઘણીવાર શ્વાનો પણ પાણીમાં તરતા દેખાય છે. પરંતુ કદાચ સસલું પાણીમાં આવી જોરદાર રીતે તરતું હોય તેવી કદાચ સોશિયલ મીડિયા પરની આ પ્રથમ ઘટના હશે. આને જોઈને લાગી રહ્યું છે કે, જાણે આ સસલાએ સ્વિમીંગની ટ્રેનિંગ લીધેલી છે.

30 સેકન્ડનો આ ક્યૂટ વિડીયો અત્યારસુધી 31,000 થી વધારે લોકો જોઈ ચૂક્યા છે. મોટાભાગના લોકો કહ્યું કે, અમે સસલાને પહેલીવાર તરતા જોયું છે અને તમામ લોકો આની તેરાકીના ફેન થઈ ગયા છે.

[quads id=1]

Related Articles

Back to top button