માણસોની જેમ જાનવરોની જીંદગીમાં પણ કેટલાય પ્રકારની સમસ્યાઓ હોય છે. ફરક માત્ર એટલો છે કે આપણે દર્દ કોઈને કહીને વ્યથા હળવી કરી લઈએ છીએ અને પોતાની સુવિધા માટે જરૂરી વસ્તુઓ પણ એકત્ર કરી લઈએ છીએ. પરંતુ આ બેજુબાન જાનવર તો તેમાં પણ અસમર્થ હોય છે. સોશિયલ મીડિયા પર એક લંગડા શ્વાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આના માટે એક વ્યક્તિ વ્હીલચેરની વ્યવસ્થા કરે છે.
સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર શ્વાનના વિડીયો સામાન્ય રીતે વધારે શેર કરવામાં આવે છે. શ્વાનને માણસનો સૌથી વફાદાર સાથી માનવામાં આવે છે. Buitengebieden નામના અકાઉન્ટ પર એક શ્વાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેને ચાલવામાં મુશ્કેલીઓ આવી રહી છે. તે રોડ પર ઘસડાઈને પોતાના માલીક સુધી પહોંચે છે. પછી તેને ત્યાં એક શાનદાર સરપ્રાઈઝ મળે છે.
શખ્સ શ્વાનને વ્હીલચેર કાર્ટમાં ફીટ કરી દે છે. ખુશીથી શ્વાન પર રોડ પર દોડવા લાગે છે. વ્હીલચેર કાર્ટથી તેને ખૂબ જ મદદ મળી ગઈ અને પછી તેના પગ રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા. આ ઈમોશનલ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શ્વાન કેટલી ખુશીથી આખી દુનિયા સેર કરવા માટે ઉતાવળુ છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…