સમાચાર

કામથી પાછા ફરતા સમયે બાઈક સવારે વિધવા મહિલાને મદદ આપવાના બહાને ગુજાર્યો બળાત્કાર

હાલમાં આપણે જાણીએ છીએ કે, નાની નાની બાળકીઓ પર પણ બળાત્કાર થતા હોય છે. બળાત્કાર એ એક રમત જ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન યુપીમાંથી વધુ એક એવો કેસ સામે આવ્યો છે જેમાં વિધવા મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. આ મહિલા જ્યારે સાંજે ખેતરમાંથી ઘરે પછી આવતી હતી ત્યારે આ ઘટના બની હતી.

આ ઘટનામાં એક બાઇક સવાર તેને ઘરે મૂકવા માટે મદદ આપી હતી. આ મદદ આપવાની લાલચમાં બાઇક સવાર કોઈ એકાંત સ્થળે લઈ ગયો હતો અને બળાત્કાર કર્યો હતો.યુપીના મહોબા જિલ્લાના કાબરાઈ ગામમાં એક ઘટના બનેલી છે. આ ગામના પોલીસ સ્ટેશન વિસ્તારની એક વિધવા મહિલાની આ વાત છે.

આ મહિલાના પતિનું આઠ વર્ષ પહેલાં બીમારીથી મોત થયું હતું. પતિના મોત પછી આ મહિલા તેની બે પુત્રી અને એક દીકરાને પોષવા માટે ખેતી કરતી હતી. બુધવારે મોડી સાંજે આ વિધવા મહિલા ખેતરમાંથી લણણી કરી ઘરે પાછી આવી રહી હતી આ સમયે ત્યાંથી એક બાઇક સવાર નીકળે છે.

બાઇક સવાર આ વિધવા મહિલાને ઘરે મૂકી જવાના બહાને સૂમસામ જગ્યાએ લઈ જઈને વિધવા મહિલા પર બળાત્કાર કર્યો હતો. આ વિધવા મહિલા સાંજે પડી ગઈ હોવા છતાં ઘરે પાછી આવી નહોતી. આથી તેના સગાસંબંધીઓ એ મહિલાની શોધખોળ ચાલુ કરી હતી. પરિવારને આ વિધવા મહિલાને સૂમસામ ખેતરમાંથી શરમજનક હાલતમાં મળી આવી હતી.

આ સમયે બળાત્કાર કરનાર આરોપી પણ આ જગ્યાએ હાજર હતો. મહિલાએ તેના પરિવારના લોકોને આ ઘટના કીધી. આ પછી પરિવારના સભ્યોએ આરોપીને પકડ્યો અને પોલીસને હવાલે કર્યો હતો. આ મહિલાના આરોપનો કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા પછી આરોપીના પરિવારજનો મોડીરાતે આ મહિલાના ઘરે આવ્યા હતા.

આરોપીના પરિવારજનોએ પીડિત મહિલા ના પરિવાર સાથે મારપીટ કરી ને તેમના પર થયેલો આરોપનો કેસ પાછો ખેંચી લેવાની આ મહિલાને ધમકી આપી હતી. કાબરાઈ પોલીસ સ્ટેશનના અધિકારી દિનેશસિંહે જણાવ્યું હતું કે આ મહિલા પર બળાત્કાર ઉપરાંત મારપીટનો પણ આરોપી વિરુદ્ધનો કેસ કરવામાં આવ્યો છે.

આ ઘટનામાં શામિલ બંને આરોપીની શોધ ચાલુ કરવામાં આવી છે. થોડા જ સમયમાં આ બંને આરોપીને ધરપકડ કરી જેલ મોકલવામાં આવશે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago