બોલિવૂડમનોરંજન

રાજકુમાર રાવ અને પત્રલેખાનો ‘સપને મેં મિલતી હૈ’ ગીત પર ડાંસ કરતાનો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ થઈ રહ્યો છે વાયરલ

બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. અભિનેતા રાજકુમાર રાવ દ્વારા આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં રાજકુમાર રાવ અને પત્રલેખા ફિલ્મ ‘સત્યા’ ના ગીત ‘સપને મેં મિલતી હૈ’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં બંને કલાકારો ફુલ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.

રાજકુમાર રાવ દ્વારા આ વિડીયો શેર કરતા લખવામાં આવ્યું છે કે, ‘તમારો પાર્ટનર જ જ્યારે બેસ્ટ ડાન્સિંગ પાર્ટનર હોય ત્યારે.’ વીડિયોમાં રાજકુમાર રાવ અને પત્રલેખાને ફુલ વેડિંગ મૂડમાં ડાન્સ કરતા જોઈને ચાહકો ખૂબ એન્જોય કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયોમાં પત્રલેખા અને રાજકુમાર કોઈ પ્રોફેશનલ ડાન્સ સ્ટેપ નથી કરી રહ્યા, પરંતુ તેઓ આ ગીતને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘સત્યા’ નું આ ગીત આજે પણ લગ્ન અને પાર્ટીઓમાં ખૂબ વગાડવામાં આવે છે. રાજકુમાર રાવ અને પત્રલેખાને આ એવરગ્રીન ગીત પર ડાન્સ કરતા જોઈને એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે, ‘આ બંને એકસાથે ઘણા ક્યૂટ જોવા મળી રહ્યા છે.’ તમને જણાવી દઈએ કે, રાજકુમાર રાવ અને પત્રલેખાએ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ગયા વર્ષે 15 નવેમ્બરે લગ્ન કર્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button