કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા રાજેશનું શનિવાર એટલે આજે સવારના અવસાન થઈ ગયું છે. ગંભીર બીમારીનો સામનો કરી રહેલા અભિનેતા રાજેશને 9 ફેબ્રુઆરીએ બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં આજે સવારે 2.30 વાગ્યાની આજુબાજુ તેમનું નિધન થયું હતું.
અભિનેતાની રાજેશની ઉમર 89 વર્ષ હતી. કિડની ખરાબ થવા અને વધતી ઉમરની બિમારીનો સામનો કરી રહેલા રાજેશની સારવાર બેંગલુરુની એક હોસ્પિટલમાં કરવામાં આવી રહી હતી. અભિનેતા રાજેશનો જન્મ બેંગ્લોરમાં થયો હતો. તેમનું સાચું નામ મુનિ ચૌડપ્પા છે. તેમણે નાનપણમાં જ તેના માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સ્ટેજનું નામ વિદ્યા સાગર હતું. રાજેશે પોતાની થીયેટર મંડળી બનાવી તેનું નામ શકિત ડ્રામા બોર્ડ છે.
સિંગિંગ ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો
તેની સાથે વિશ સર્પ, નંદા દીપા, ચંદ્રોદય અને કિત્તુર રાણી ચેન્નમ્મા તેમના કેટલાક લોકપ્રિય નાટકોમાંથી એક રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, જ્યારે તેમને 9 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. તે પોતાની પાછળ પાંચ સંતાનો છોડી ગયા છે. રાજેશે ગાયકીના ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…