દીકરા-દીકરી અને પત્ની નું ગળું કાપી મારી નાખ્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ લીધો, 65 લાખ નું મકાન લીધાને હજી થોડાક જ દિવસો થયા હતા
હમણાં હમણાં આખા પરિવાર ના મોત ના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક સામૂહિક આપઘાત નો કિસ્સો ગ્વાલિયર ના મુરૈના શહેર માંથી આવ્યો છે. આ શહેર માં વસતા કરિયાણા નો ધંધો કરતાં વેપારી સત્યદેશ શર્મા એ પહેલા પોતાની પત્ની અને દીકરા- દીકરી ના ગળા કાપી ને હત્યા કરી નાખી ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો.
આજે સવારે જ્યારે સાડા નવ વાગ્યા સુધી માં સત્યદેશ શર્મા ના ઘર માંથી કોઈ બહાર ના આવ્યું એટલે પાડોશીઑ ને શંકા પડી. આસપાસ ના લોકો એ ઘર નું બારણું ખોલી ને જોયું તો બધા સભ્યો ની લાશ પડી હતી. સત્યદેશ શર્મા ના 3 ભાઈ છે અને દરેક પાસેપોતપોતાનાં મકાન છે. સત્યદેશ શર્મા ના પરિવારે થોડા દિવસ પહેલાં જ મુરૈનામાં 65 લાખ રૂપિયામાં મકાન ખરીદ્યું હતું.
સત્યદેવ શર્માએ તેમના દીકરા અશ્વિન, દીકરી મોહિની અને પત્ની ઉષા શર્મા નું ગળુ કાપીને મોત ને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારપછી તેણે પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ અને ફોરેન્સિક વિભાગે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી.
આ સમગ્ર ઘટનાની માહિતી મળતાં જ સત્યદેવ શર્મા ના માતા-પિતા બેભાન થઈ ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સત્યદેશ શર્મા એ ભરેલા આ પગલાં વિષે હજી કોઈ કારણ સામે આવ્યું નથી. આથી પ્રાથમિક કારણ ની શોધ કરવા પોલીસે અડોશ-પડોશ ના લોકોની પૂછપરછ શરૂ કરી છે.
ડોક્ટર અર્પિતા સક્સેના (ફોરેન્સિક એક્સપર્ટ) એ પુષ્ટિ કરી છે કે, પરિવાર ના ત્રણ સભ્યો ની અણીદાર સાધન થી ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. ત્યારપછીઆ હત્યા કરનારે પોતાની જાત ને ફાંસીએ ટીંગડી દીધી છે.પડોશ માં રહેતા કલાવતી નામના મહિલાએ જાણવ્યૂ કે તેમણે આગળ ની રાત્રે અગિયાર વાગ્યે ઉષાને જોઈ હતી.
કોઈ પ્રકાર ના ઘરેલુ ઝઘડા કે હિંસા નો અવાજ પણ સંભલાયો નથી. દૂધવાળા ભાઈ એ સવારે નવ વાગ્યે આવી ને બારણું ખખડાવ્યું પણ કોઈ જવાબ ના મળતા તેમણે પાડોશી ને આ લોકો વિષે પૂછ્યું. ત્યારબાદ નીરજ નામના પડોશીએ પોચાના ઘરની અગાશી પર જઈને જોયું તો કોઈ આદમીના પગ લટકતાં દેખાયા. નીરજે ગભરાઈને તરતજ રાડો પાડવાની શરૂ કરી. ત્યારપછી લોકોની ભીડ ભેગી થઈ ગઈ અને તેમણે પોલીસને બોલાવી લીધી હતી.
આઠ વીઘા જમીન અને બે મકાન પણ છે પરિવાર પાસે.
સત્યદેવ શર્મા ને ટોટલ ચાર ભાઈઓ છે. ચારેય ભાઈઓ પાસે અલગ-અલગ મકાન છે. એક ભાઈ જે શિક્ષક છે તેમની સાથે તેમના મોટાપિતા રહે છે. સત્યદેવ પાસે પણ બે મકાન અને આઠ વિઘા જમીન છે. તેથી એક રીતે જોવામાં આવે તો પરિવાર ના આ પગલું ભરવા પાછળ આર્થિક સમસ્યા તો નથી જણાતી.