જ્યોતિષ

ખૂબ જ કામની માહિતી: વર્ક ફ્રોમ હોમ માં આ દિશા બાજુ બેસી કરો કામ, નોકરી માં થશે ખૂબ જ પ્રગતિ

કોરોના મહામારી ના કારણે લોકો ની જીવનશૈલી માં ઘણું પરીવર્તન આવ્યું છે. સંક્રમણ ના ફેલાવા ની બીક ના લીધે ઓફિસ ના બદલે ઘરે થી કામ એટલે કે વર્ક ફ્રોમ હોમ ને આવકાર દેવામાં આવ્યો છે. આવા માં કેટલાક લોકો વ્યવસ્થિત  રીતે કામ કરવા માટે નું સ્થાન નક્કી કરી લેતા હોય છે.

તો કેટલાક એવા પણ લોકો હોય છે જે ઘર માં કોઈ પણ જગ્યા એ બેસી કામ કરવાનું શરૂ કરી દે છે પણ શું તમે એ જાણો છો કે વાસ્તુ ની અનુસાર વર્ક ફ્રોમ હોમ  પણ યોગ્ય દિશા માં બેસી ને જ કરવું જોઈએ . આવું કરવા થી કામ કરવામાં પણ મન લાગે છે અને સફળતા  પણ પ્રાપ્ત થાય છે. 

તો ચાલો જાણીએ વાસ્તુ અનુસાર, વર્ક ફ્રોમ હોમ ના દરમિયાન કઈ દિશા માં બેસી ને કામ કરવું યોગ્ય હોય છે. વાસ્તુ અનુસાર વર્ક ફ્રોમ હોમ ની દરમિયાન તમારું કામ કરવાનું સ્થાન ઘર ના દક્ષિણ- પશ્ચિમ દિશા માં હોવું જોઈએ. આના થી કામ માં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. અને પ્રગતિ ના નવા રસ્તાઓ પણ સામે આવશે. જો દક્ષિણ કે પશ્ચિમ દિશા માં આવું કરવું શક્ય ન હોય તો કોઈ પણ દિશા માં પોતાના કામ કરવાની જગ્યા બનાવી શકો છો.

જો તમે બિઝનેસ, વેચાણ , માર્કેટિંગ અને લોજિસ્ટિક જેવા ક્ષેત્રો સાથે જોડાયેલ છો, તો વાસ્તુ અનુસાર તમે તમારા ઘર માં ઉત્તર-પશ્ચિમ દિશા માં બેસી કામ કરી શકો છો.  જો તમે ફાઇનાન્સ સંબધી વ્યવસાય સાથે જોડાયેલ છો તો વાસ્તુ ની અનુસાર ઘર ની ઉત્તર દિશા સૌથી વધુ શુભ માનવા માં આવી છે .

આવા માં આ દિશા નું ચયન કરી તમે તમારા કામ કરવાનું સ્થાન પણ બનાવી શકો છો. જો તમે લેખન, ક્રિએટીવિટી, સૉફ્ટવેર ડેવલોપમેન્ટ ના ક્ષેત્રો સાથે જોડાયેલ છો, તો ઘર ની ઉત્તર-પૂર્વ દિશા સૌથી શુભ માનવામાં આવે છે. આવા માં જો તમે આ દિશા માં પોતાના કામ કરવાનું સ્થાન બનાવી શકો છો. આનાથી તમને કામ માં સફળતા ની પ્રાપ્તિ થઈ શકે છે. 

જો તમે એક એંટર્પ્રેન્યોર છો, તો વાસ્તુ અનુસાર, તમારા માટે દક્ષિણ , પશ્ચિમ-દક્ષિણ દિશા માં કામ કરવું શુભ માનવા માં આવ્યું છે. આવા માં તમે આ દિશા માં બેસી કામ કરી શકો છો. આનાથી કામ માં પ્રગતિ થાય છે.વાસ્તુ અનુસાર ,માસ્ટર બેડરૂમ એટ્લે કે શયન કક્ષ માં ક્યારે પણ પોતાની પથારી પર બેસી  કામ કરવું જોઈએ નહી. આવું કરવાથી બચવું જોઈએ. નહિતો તે તમારી ઊંઘ ની પેટર્ન ને પ્રભાવિત કરી શકે છે.

માની લ્યો કે તમે ટેબલ પર કામ કરી રહ્યા છો, તો વાસ્તુ અનુસાર, એ જોઈ લો  કે ત્યાં આજુ બાજુ કાચ નો ગ્લાસ તો નથી ને. માનવા માં આવે છે કે કાંચ નું પ્રતિબિંબ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે જે તમારા કામ માં બાધા ઉત્પન્ન કરે છે જો તમારા ઘર માં નાનો લેમ્પ છે, તો તેને તે રૂમ ની દક્ષિણ-પૂર્વ દિશા માં રાખી ને જગવો. વાસ્તુ અનુસાર દક્ષિણ પૂર્વ દિશા માં રાખેલ આ લેમ્પ થી આવતો પ્રકાશ કામ કરવાની ઉર્જા ને વધારે છે.

આ સિવાય પણ કેટલીક વાસ્તુ ટિપ્સ છે જે તમારે જાણવી જોઈએ :

રસોડુ દક્ષિણ-પૂર્વમાં, માસ્ટર બેડરૂમ દક્ષિણ-પશ્ચિમમાં, બાળકોનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમમાં અને શૌચાલય વગેરે દક્ષિણમાં હોવું જોઈએ. પાણી માટે નિકાસનું સ્થાન ઉત્તરમાં, ઈશાન ખુણો ખુલ્લો હોવો જોઈએ, દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભારે સામાન રાખો.

મુખ્ય દરવાજો અન્ય દરવાજાઓ કરતાં મોટો અને ભારે હોવો જોઈએ. બારીઓ અને દરવાજા સમાન સંખ્યામાં હોય અને પૂર્વ તેમજ ઉત્તરમાં ખુલતાં હોવા જોઈએ. ત્રણ દરવાજા એક જ લાઈનમાં ન હોવા જોઈએ. ઉત્તર અને પૂર્વમાં તુલસીનો છોડ લગાવો.

[quads id=1]

Related Articles

Back to top button