જ્યોતિષધાર્મિક

શુક્રવારે આ વ્રત કરવાથી ઘરમાં થશે ધન વર્ષા જાણો શું લાભ મળે છે આ વ્રત કરવાથી

સામાન્ય રીતે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓએ જ પોતાના સાસરે ગયા બાદ કરવું જોઈએ. પણ ક્યારેક જો અનુકૂળતા ન હોય તો ઘરમાં જ કોઈ કુવારીકા હોય એ પણ આ વ્રત સરળતાથી કરી શકે છે. જો ઘરમાં સ્ત્રીઓ માટે આ વ્રત કરવું અશક્ય હોય અને કુમારિકા ન હોય તો ઘરમાંથી કોઈ પણ પુરુષ આ વ્રત કરી શકે છે.

આ વ્રત કોઈને પરાણે કરવું નહીં પરંતુ પૂરે પૂરી શ્રધ્ધા અને ભાવથી સાથે આ વ્રત જ કરવું જોઈએ. તો જ આ વ્રતનું ફળ મળે છે. સામાન્ય રીતે આ વ્રત હંમેશા માટે કરવું જોઈએ. અથવા તો બને ત્યાં સુધી કરવું જોઈએ પરંતુ વ્રત ફળ્યું કે તરત જ મૂકી દેવું જોઈએ નહીં. મતલબ કે ફળની આશા રાખ્યા વગર જ આ વ્રત કરવું જોઈએ.

શુક્રવારે વૈભવી લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે. માન્યતા છે કે શુક્રવારે વિધિ-વિધાનથી મા વૈભવી લક્ષ્મીજીની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. અને પોતાના ભક્તોને સુખ-સમૃદ્ધિના વરદાન આપે છે. આ સાથે જ ભક્તો પર ધનની વર્ષા કરે છે. શુક્રવારે મા વૈભવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં શાંતિ જળવાઇ રહે છે. અને દરેક મનોકામના પૂરી થાય છે.

ઘરમાં એવી તસવીર લગાવો જેમાં મા લક્ષ્મીના હાથમાંથી ધનની વર્ષા થતી હોય. જો તમારા હાથમાં પૈસા નથી રહેતા અને વધારે ખર્ચ થાય છે તો આ તસ્વીર લાગાવો જેમાં વૈભવ લક્ષ્મી ઊભા હોય અને તેમના હાથમાંથી ધનની વર્ષા થતી હોય.

જો કારણ વગરનો વધુ પડતો ખર્ચ થઇ રહ્યો છે. તો મા લક્ષ્મીના ચરણોમાં પ્રત્યેક દિવસ એક રૂપિયાનો સિક્કો અર્પણ કરો અને તેને જમા કરીને મહિનાના અંતમાં કોઇ શ્રીમંત મહિલાને આપી દો. જો તમે મા લક્ષ્મીને પ્રત્યેક દિવસ વિધિવત પૂજા નથી કરી શકતા તો દર શુક્રવારે માતા લક્ષ્મીની વ્રત કથાનો પાઠ કરો. આમ કરવાથી તમારા બધા કષ્ટ દૂર થઇ જશે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

મા લક્ષ્મીજીની તસવીરની સામે દિવો પ્રગટાવો. મા લક્ષ્મી માટે હંમેશા ઘીનો દિવો જ પ્રગટાવો. મા લક્ષ્મીને ઇત્ર ચઢાઓ અને તે ઇત્રનો નિયમિત ઉપયોગ કરો.

 

[quads id=1]

Related Articles

Back to top button