સમાચાર

22 વર્ષની ઉંમરે યુપીએસસીની પરીક્ષા પાસ કરી આ યુવતીએ, સુંદરતામાં અભિનેત્રીથી ઓછી નથી

પૂજા અવાનાના પિતા વિજય અવાના તેની પુત્રીને પોલીસ ગણવેશમાં જોવા માંગતા હતા અને પિતાના સ્વપ્નને પૂરા કરવા પૂજાએ યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી, જોકે આ સફર તેમના માટે સરળ નહોતી.

મળતી માહિતી અનુસાર, નોઈડાના આટ્ટા ગામની રહેવાસી પૂજા અવાના શરૂઆતથી જ અભ્યાસમાં ટોચ પર હતી અને ગ્રેજ્યુએશન પછી તેણે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. વર્ષ 2010 માં, તેણે પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી, જોકે તેમાં તે સફળ થઈ શકી નહીં, પરંતુ તેણે હાર માની ન હતી.

પૂજા અવાના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગઈ, પરંતુ તેણે વધુ તૈયારી સાથે બીજી વાર પરીક્ષા આપી અને તે સફળ રહી. પૂજાને ઓલ ઇન્ડિયામાં 316 મો રેન્ક મળ્યો અને તે ફક્ત 22 વર્ષની ઉંમરે આઈપીએસ બનવામાં સફળ રહી.

તાલીમ લીધા પછી પૂજા અવાનાની પ્રથમ પોસ્ટિંગ પુષ્કરમાં થઈ હતી. આ પછી, વિવિધ હોદ્દાઓ સંભાળતી તે જયપુરના ડેપ્યુટી કમિશનર તરીકે પણ રહી ચુકી છે અને હાલમાં તે રાજસ્થાન પોલીસમાં ડીસીપી તરીકે છે.

2012ની બેચની આઈપીએસ અધિકારી પૂજા અવાના તેના કામ ઉપરાંત તેના લૂક અને સ્ટાઇલ વિશે પણ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર ઈંસ્ટાગ્રામ પર સ્ટાઇલિશ ફોટા શેર કરે છે.

પૂજા અવાના કહે છે કે નિષ્ફળતાના કારણે અથવા ખૂબ સારા માર્ક્સ ન મળતાં હતાશ થવાની જરૂર નથી. નિષ્ફળતા, ઓછા માર્ક્સ અથવા પ્રથમ પ્રયાસમાં સફળતા ન મળવાથી નિરાશ થશો નહીં, તમારા ધ્યેયને વળગી રહો અને વધુ સખત મહેનત દ્વારા તમારા સપનાને આગળ વધાારો. જો આ વખતે નહીં તો બીજી વખત સફળતા મળશે એવું વિચારીને આગળ વધો, તો સફળતા તમારાથી દૂર રહેશે નહીં.

[quads id=1]

Related Articles

Back to top button