વડોદરા શહેરમાં લવ જેહાદના નવા કાયદા હેઠળમાં થોડા સમય પહેલા જ બે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે હવે, શહેરમાં હવે એક પરિણીતાને હેરાન કરનાર વિધર્મી રોમિયોને ઢોર માર માર આપવાની વાત સામે આવી છે.
જેમાં એક રોમિયો પરિણીતાને ફોન કરીને હેરાન કરી રહ્યો હતો. આ દરમિયાન પરિણીતા પાસે તે યુવક દ્વારા બીભત્સ માંગણી પણ કરી રહ્યો હતો. ત્યાર બાદ પરિણીતાના પતિને આ વાત જાણ થતાં જ તેને રોમિયોની ધોલાઈ કરીને તેને પોલીસના હવાલે કરી નાખ્યો હતો. આ બાબતમાં સામે આવેલી તસ્વીરોમાં આરોપી હાથ જોડીને માફી માંગતો જોવા મળી રહ્યો છે. આ સિવાય પોતાની ભૂલ થઈ ગઇ તેવી રીતે માફી માંગતો જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કરજણનો યુવક એક પરિણીતાને ફોન કરીને અશ્લીલ માંગણી કરી રહ્યો હતો. જેના કારણે પરિણીતાએ કંટાળીને આ અંગેની વાત તેના પતિને કરી દીધી હતી. ત્યારબાદ પરિણીતાના પતિ દ્વારા કરજણના ગણપતપુરા ગામના ઇમરાન મન્સૂરીના નામના યુવકને તેની પત્ની પાસે ફોન કરાવીને મળવા માટે બોલાવી લીધો હતો. તે દરમિયાન લોકોએ એકઠા થઈને યુવકને ઢોર માર આપ્યા બાદ આરોપીને પોલીસના હવાલે કરી દેવાયો હતો..
આ બાબતમાં પીડિત મહિલાએ કહ્યું છે કે, “થોડા સમય પહેલા મારા મોબાઇલ પર એક યુવકનો ફોન આવ્યો હતો. જેના લીધે મેં તેને ફોન કરીને ક્યાંથી બોલો છો એવું પણ પૂછ્યું હતું. જેના જવાબમાં યુવક કંઈ પણ જવાબ આપ્યો નહીં અને તે મને પૂછવા લાગ્યો કે હું ક્યાંથી બોલું છું. પછી મે સોરી કહીને આજ પછી ફોન ન કરવાનું કહીને ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ યુવક રોજ રોજ ફોન કરીને હેરાન કરવાનું શરૂ કર્યું નાખ્યું હતું. સંપૂર્ણ દિવસ ફોન કરીને હેરાન કરતો હતો. તે રાત્રીના એક વાગ્યે પણ ફોન કરતો હતો. જેના કારણે કંટાળીને મેં મારા પતિને વાત કરી હતી કે, કોઈ યુવક આવી રીતે મને હેરાન કરી રહ્યો છે. જેના કારણે મારા પતિએ મને યુવકને મળવા બોલાવવા માટે જણાવ્યું હતું અને આજે અમે તેને ઝડપી પાડ્યો છે.
આ દરમિયાન યુવક દ્વારા પોતાનો ગુનો માની લેતા તેને જણાવ્યું કે, “મારું નામ ઇમરાન છે. હું કરજણમાં રહું છું. મારી ભૂલ થઈ ગઈ અને તે મારી માતા સમાન હતી પરંતુ મારાથી ભૂલ થઈ છે. માસી તો મારા માતા સમાન રહેલા છે. હવે કોઈ દિવસ આવું કામ કરીશ નહીં. હું દરરોજ ફોન કરીને તેમને હેરાન કરતો હતો. છેલ્લા ત્રણ ચાર દિવસથી જ ફોન કરી રહ્યો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…