વધારે પાણી પીવાથી પણ કીડનીને થઇ શકે છે નુકસાન, આ ખાસ રીતે રાખો કાળજી, નહીંતર તમારી ભૂલોને કારણે કિડની થઈ જશે ખરાબ…
આપણા દૈનિક આહારમાં આપણે એવી ઘણી વસ્તુઓનું સેવન કરીએ છીએ, જે આપણી કિડની માટે યોગ્ય નથી અથવા તેના સેવનથી શરીર પર ખરાબ અસર પડે છે. ઘણી વખત આવી વસ્તુઓની અસર એક-બે દિવસમાં જોવા મળતી નથી અને આપણને લાગે છે કે આપણે જે વસ્તુ ખાઈ રહ્યા છીએ તે નુકસાનકારક નથી પરંતુ તમે જે ખાઈ રહ્યા છો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર લાંબી અને ઊંડી અસર પડે છે.
જો તમે દરરોજ યોગ્ય માત્રામાં પાણી ન પીતા હોવ તો પણ કિડનીને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. હવે તમે કેવી રીતે જાણી શકો છો કે તમે દિવસ દરમિયાન કેટલો પાણીનો જથ્થો પી રહ્યા છો? જવાબ એ છે કે જો તમારા પેશાબનો રંગ આછો પીળો છે, તો સમજી લો કે તમે યોગ્ય પ્રમાણમાં પાણી પી રહ્યા છો.
પ્રોટીન વધારે ફાયદાકારક નથી
પ્રોટીન આરોગ્યપ્રદ આહાર માટે ખૂબ જ સારું છે, પરંતુ જો તમારી કિડની યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી તો વધુ પ્રોટીન તમારા માટે હાનિકારક હોઈ શકે છે. તમે આ માટે ડોક્ટરને પણ પૂછી શકો છો. તમારી માહિતી માટે જણાવી દઈએ કે ઇંડા, માછલી, બદામ વગેરેમાં પ્રોટીન જોવા મળે છે.
સોડા
જો તમે એક દિવસમાં બે કે તેથી વધુ ગ્લાસ સોડા પીતા હોય તો તમને કિડનીની બીમારીનું જોખમ વધારે છે. એક અધ્યયન મુજબ સોડા પીતી મહિલાની કિડની 20 વર્ષ પછી સામાન્ય મહિલાની કિડની કરતા 30 ટકા ઓછી કામ કરે છે.
વધુ કસરત
લાંબા સમય સુધી વર્કઆઉટ્સ કરવું એ પણ એક સમસ્યા હોઈ શકે છે, તેથી જો તમે કોઈ વર્કઆઉટ કરો છો અથવા કોઈ કામ કરી રહ્યા છો તો ધીમે ધીમે તેને તમારી રૂટિનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમને જાડો પીળો પેશાબ થતો હોય અને માંસપેશીઓમાં દુખાવો થાય છે તો ડોકટરને મળો.
વધારે મીઠું તમારા માટે નુકસાનકારક
વધારે મીઠું ખાવાથી કેટલાક લોકોનું બ્લડ પ્રેશર વધી શકે છે અને કિડની નિષ્ફળતાની ગતિ પણ વધી શકે છે. તેનાથી કિડની સ્ટોન થવાની પણ સંભાવના રહે છે. આવામાં તમારે બહુ ઓછી માત્રામાં મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.