વચ્છરાજ દાદાના ભક્તો માટે એક દુખદ સમાચાર ઝીંઝુવાડા રણની મધ્યે આવેલી વાછડાદાદાનો ઐતિહાસિક જગ્યાનો ઘોડો દેવલોક પામ્યો છે. આ ઘોડાના મુત્યું બાદ ત્યાં જ દાદાની સમાધિની બાજુમાં જ સમ્માનથી વિદાય આપવામાં આવી હતી. લોલાડા ગામના ગઢવીએ મોસાળ તરફથી આપ્યો હતો.
જે દાદાની આરતી સમયે આરતી કરતાં જ સલામ કરતો હતો. ઘોડાની સમાધિના સમયે ભાવિ ભક્તો રડી પડ્યા હતા અને સોએ છેલ્લી વાર પુષ્પ અર્પણ કર્યા હતા. વાછડા દાદાના સ્થળ પાસે જ પરમ ઘોડાનું મોત થતાં ભાવિકો લાગણીશીલ થઈ ગયા હતા. ગાયોની રક્ષા સેવ માટે પોતાના જીવનું બલિદાન આપનાર વીરપુરુષ વચ્છરાજ દાદા તરીકે ઓળખાતા સ્થળ પર જ વાછડાદાદાના ઘોડાના મુત્યુના સમાચારથી ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે.
અહી આ વચ્છરાજ જે કચ્છના રણની મધ્યમાં આવેલું સ્થળ છે ત્યાં જૂની કથાનુસાર 5000 જેટલી ગયો અહી કોઈ બંધન કે ગોવાળિયા વિના આમ જ ફરતી હોય છે. અહી કુલ 74 જેટલા બેટ છે જેમાં નાના મોટા સીમાડા અને તાલુકાનો સમાવેશ થાય છે. પરંતુ આ બેટની વાત જ અલગ છે.
જૂની કથા અનુસાર અહીના રાજપૂત સોલંકી લગ્નના બંધને ચોરીના ફર્યા ફરતા જ ગાયો ઉપર હુમલાની માહિતી મળતા પોતાના લગ્નના ફર્યા અધૂરા મૂકી ગાયોને બચાવવા પોતાનું બલિદાન આપી દીધું હતું.
વિરપુરૂષ વચ્છરાજ સોલંકીની યાદમાં આજે રણની મધ્યમાં આવેલી વાછડા દાદાની જગ્યા સૈકાઓથી હિન્દુ-મુસ્લિમ આસ્થા ધરાવનાર માટે એક શ્રધ્ધાનું પ્રતિક છે અને ભાવભક્તિના સ્થાનક તરીકે લોક હૈયામાં અનેરૂ સ્થાન અને માન ધરાવતું સ્થળ છે.અહી વેરાન રણમાં ચૈત્ર માસની એકમથી પૂનમ સુધીના મેળામાં લાખોથી વધુ લોકો આવે છે અહી રનમાં ક્યાંય મીઠું પાણી ન મળે અહી આ વચ્છ દાદા પાસે મીઠું પાણીનો વહેણ છે. જે યાત્રીઓની તરસ છીપાવે છે. અહી પ્રકૃતિનું અનોખુ સોંદર્ય જોવા મળે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…