સ્વાસ્થ્ય

ડાઈ ના ઉપયોગ વિના જ થોડાક દિવસોમાં સફેદ વાળ ને કાળા અને રેશમી કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય

સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે.

વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. તો અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે. વાળને કાળા કરવા માટે જે ચીજની જરુર પડવાની છે તે દરેકના કિચનમાં આસાનીથી મળી શકે છે. તમારા ઘરમાં ચા ની ભૂકી તો હશે જ ને તેમાં ટૈનિક એસિડ હોય છે જે તમારા વાળને માત્ર થોડા જ સમયમાં બ્લેક બનાવામાં મદદ કરે છે. તેના માટે તમારે 6 ચમચી ચા ની ભૂકી ને 30 મિનિટ સુધી પકાવાની રહેશે. પછી તેને ગાળી લો અને હવે આ પાણીને ઠંડુ થયા પછી વાળમાં લગાવો. તમે ઈચ્છો તો તેમાં કોફી પણ મિક્સ કરી શકો છો.

ચાની ભૂકી સફેદ વાળને કાળા કરવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે. આ ભલે પોતાનું કામ ધીમે-ધીમે કરે છે, પરંતુ આ રીત પૂર્ણત્વે કુદરતી છે અને તે આપનાં માથામાં મોજૂદ એક-એક સફેદ વાળને કુદરતીરીતે કાળા કરી દે છે અને તેમાં એક અલગ જ કુદરતી ચમક આપે છે. તમે પોતે આશ્ચર્ય પામશો વાળની રેશમી ચમકને જોઈને.

વાળને કાળા કરવાની સાથે-સાથે ચા નું પાણી ના અન્ય પણ ઘણા ફાયદાઓ છે: હેયરફોલ ઓછું કરવામાં મદદગાર વાળનો ગ્રોથ સારો બને છે, વાળની ડ્રાઈનેંસ અને રફનેસને દૂર કરે છે, અને વાળની ચમક પણ વધારે છે.

અન્ય ઉપાયો

આમલકી રસાયણની અડધી ચમચી રોજ સેવન કરવામાં આવે તો તમારા વાળ કુદરતી રૂપે કાળા અને મજબૂત બને છે. આમળાના નાના નાના ટુકડા કરી નારીયલ તેલની અંદર ઉમેરી ઉકાળવામાં આવે અને ત્યારબાદ તેને વાળમાં માલીશ કરવામાં આવે તો તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.

સૂરજમુખી ઘઉં અને પાલક જેવી લોહતત્વ ભરપૂર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે પણ તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે. આદુના રસની અંદર મધ ભેળવી અને વાળમાં લગાવવામાં આવે અને ત્યારબાદ એક કલાક બાદ વાળને ધોઈ લેવામાં આવે તો તેના કારણે નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યા દૂર થઈ જાય છે.

લીંબુ અને પાણીને બરાબર માત્રા ની અંદર લઇ વાળમાં લગાવવામાં આવે તો તેના કારણે વાળમાં ઘણા ફાયદા થાય છે. નારીયલ તેલની અંદર લીંબુનો રસ મેળવી વાળમાં માલિશ કરવામાં આવે તો તમારા સફેદ થઈ ગયેલા વાળ પણ કાળા થઈ જાય છે.

અઠવાડિયામાં બે વખત ગાયના દૂધમાંથી બનેલી છાશ વાળમાં લગાવવામાં આવે તો નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે. વાળને કાયમી માટે સ્વસ્થ રાખવા માટે હંમેશાં એ માટે તેને ઠંડા અને સાફ પાણીથી ધોવા જોઈએ. કાળા અખરોટને પાણીની અંદર ઉકાળી લઇ તે પાણીથી વાળ ધોવાથી નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યામાં રાહત મળે છે.

દૂધીને સૂકવી લઈ નારીયલ તેલની અંદર ઉમેરી ઉકાળી અને તેલને ગાળીને એક બોટલમાં ભરી લો. ત્યાર બાદ તે તેલ થી મસાજ કરવાના કારણે તમારા વાળ કુદરતી રીતે કાળા બની જાય છે. કાચી ડુંગળીનો રસ વાળમાં લગાવવાના કારણે વાળ મૂળમાંથી મજબૂત બને છે. સાથે-સાથે ખરતા વાળની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

બે ચમચી મહેંદી નો પાવડર, એક ચમચી દહીં, એક ચમચી મેથીના દાણા નો પાઉડર, ત્રણ ચમચી કોફી અને બે ચમચી તુલસી નો પાવડર આ બધી જ વસ્તુઓનું મિશ્રણ કરી વાળમાં લગાવવામાં આવે અને ત્યારબાદ ત્રણ કલાક પછી તેને ધોઈ લેવામાં આવે તો વાળને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

વાળ ધોતા પહેલા વાળની અંદર એલોવેરા જેલ દ્વારા મસાજ કરવામાં આવે તો તમારા વાળ એકદમ ઘટાદાર અને કાળા થઈ જાય છે. જામફળના પાનની પેસ્ટ બનાવી વાળમાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા બની જાય છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago