મનોરંજન

ઉર્વશી રૌતેલાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, પહેરી લીધા 50 લાખના ઝવેરાત અને ડ્રેસ, તસવીરો એવી કે તમે પણ દિવાના થઇ જશો…

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઘણીવાર તેની હોટ તસવીરો અને અનોખી સ્ટાઇલને લીધે ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના નવીનતમ ફોટો અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. વળી તે તેના લુક માટે પણ હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ તે માંગમાં સિંદૂર લગાવવાને કારણે ચર્ચામાં આવી હતી. જોકે હાલમાં ઉર્વશી રૌતેલાનો એક બોલ્ડ ફોટોશૂટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટા પર શેર કર્યો છે, જેમાં અભિનેત્રીની શૈલી જોવા યોગ્ય છે. આ વીડિયોની સૌથી ખાસ વાત ઉર્વશીનો મોંઘો ગાઉન અને ઝવેરાતની કિંમત છે. જેના વિશે જાણ્યા પછી તમારા હોંશ ઉડી શકે છે.

આ વીડિયોમાં ઉર્વશી રૌતેલા જોઇ શકાય છે. વિડીયોમાં ઉર્વશી રૌતેલાએ જે બ્લુ સ્લિપ ગાઉન પહેર્યો છે, તેની પણ ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. સમાચાર અનુસાર આ ગાઉનની કિંમત 5 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે અને આ સાથે તેણે 45 લાખના દાગીના પહેર્યા છે.

ઉર્વશીના આ વીડિયો પર ચાહકો હંમેશની જેમ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ઉર્વશીની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે. આ વીડિયો પર અત્યાર સુધી લાખો લાઈક્સ મળી છે. આ વીડિયોને શેર કરતી વખતે ઉર્વશી રૌતેલાએ કેપ્શનમાં લખ્યું હતું, “ઉર્વશી એટલે હાર્ટ કંટ્રોલર. તાજેતરમાં મને ખબર પડી.” તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો આ દિવસોમાં ઉર્વશી મોહન ભારદ્વાજની ફિલ્મ ‘બ્લેક રોઝ’ માં વ્યસ્ત છે. આ ફિલ્મ શેક્સપિયરના નાટક ધ મર્ચન્ટ ઓફ વેનિસ પર આધારિત હશે. આ સિવાય તે ઈન્સ્પેક્ટર અવિનાશમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં ઉર્વશીની સાથે રણદીપ હૂડા પણ જોવા મળશે. આ પહેલા ઉર્વશી ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ માં જોવા મળી હતી.

[quads id=1]

Related Articles

Back to top button