રમત ગમત

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રવિચંદ્રન અશ્વિને ફટકારી અનોખી સદી…

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રવિચંદ્રન અશ્વિને ફટકારી અનોખી સદી...

ભારતીય સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રવિચંદ્રન અશ્વિને શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 12 વિકેટ લીધી હતી. તેની પાસે હવે ટેસ્ટ ક્રિકેટમાં 442 વિકેટ છે અને તે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોની યાદીમાં આઠમા નંબર પર પહોંચી ગયા છે. આ સિવાય તેણે બીજી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય સ્ટાર ઓફ સ્પિનરે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રવિચંદ્રન અશ્વિનના નામે હવે WTC માં સૌથી વધુ 100 વિકેટ લીધી છે. તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીના બંને સમયગાળામાં વિકેટની સદી પૂરી કરનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે.

રવિચંદ્રન અશ્વિન બાદ ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ છે, જેમના નામે અત્યારે ICC વર્લ્ડ ટેસ્ટ છેમ્પિયનશિપમાં બીજા નંબરે સૌથી વધુ વિકેટો છે. પેટ કમિંસના નામે હાલમાં 93 વિકેટ છે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ 83 વિકેટ સાથે ત્રીજા, ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટિમ સાઉથી 80 વિકેટ સાથે ચોથા ક્રમે, ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ 74 વિકેટ સાથે પાંચમા અને ઓસ્ટ્રેલિયાનો સ્પિનર નાથન લિયોન પણ એટલી જ વિકેટ સાથે છઠ્ઠા નંબર પર છે.

WTC માં સર્વાધિક વધુ વિકેટ લેનાર બોલર

100 – રવિચંદ્રન અશ્વિન

93 – પેટ કમિન્સ

83 – સ્ટુઅર્ટ બ્રોડ

80 – ટિમ સાઉથી

74 – જસપ્રીત બુમરાહ

74 – નાથન લિયોન

આ 12 મી વખત છે જ્યારે રવિચંદ્રન અશ્વિને ભારત માટે ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ 12 વિકેટ લીધી છે. તેમણે ભારતમાં ટીમ માટે 18 ટેસ્ટ સિરીઝ રમી છે.

[quads id=1]

Related Articles

Back to top button