જુનાગઢ

મહારાષ્ટ્ર બાદ ગુજરાત માં પહેલી વાર દેખાઈ આવી આ અદભૂત વનસ્પતિ…  

જૂનાગઢના ગિરનાર પરથી અનોખી માંસાહારી વનસ્પતિ મળી, ‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ મહારાષ્ટ્ર બાદ પહેલીવાર ગુજરાતમાં દેખાઈ

ગુજરાતના ગિરનારને વનસ્પતિનું હબ માનવામાં આવે છે. હાલ ના સમય માં ગિરનારમાંથી એક વનસ્પતિ મળી આવી છે. આ વનસ્પતિ આપણાં આખા દેશમાં ફક્ત મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. આ વનસ્પતિ વિશ્વભરમાં અન્ય કોઈપણ સ્થળે જોવા મળતી નથી. ગિરનાર માં મળેલ આ વનસ્પતિનું નામ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી છે.

આ નામ સાંભળી ને તમને નવાઈ લાગશે. પરંતુ આ વનસ્પતિ માંસાહારી છે. કારણકે આ વનસ્પતિ નો ખોરાક  નાના જીવ-જંતુઓ છે. આ વનસ્પતિનું નામ જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઇફ સાયન્સીસ ભવન ના પ્રોફેસર સુહાસ વ્યાસ અને તેમની વિદ્યાર્થીઓની ટીમે “યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી” શોધી કાઢ્યું છે.

આ વનસ્પતિ દેખાવ માં સામાન્ય જ લાગે છે પરંતુ તેની વિશેષતા બીજી વનસ્પતિ થી ખુબજ અલગ છે. કારણકે આ વનસ્પતિ માંસાહારી છે અને તેના મૂળ કોથળી જેવા હોય છે. ત્યાંથી તે સૂક્ષ્મ જીવ-જંતુઓ ને ચૂસી લે છે.

પ્રોફેસર સુહાસ વ્યાસે જણાવ્યું કે આ વનસ્પતિ ભારત માં અંદાજિત 100 વર્ષથી ફક્ત મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ત્યારબાદ આ વનસ્પતિ પહેલી વખત જુનાગઢ ના ગિરનારમાંથી મળી આવી છે. અને ત્યારબાદ તપાસ કરતાં તે વનસ્પતિ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી હોવાનું જાણવા મળ્યું છે.

આ વનસ્પતિની 4 અલગ અલગ જાતી જોવા મળી છે. ગિરનાર પર હજુ આવી અનેક પ્રકાર ની વનસ્પતિ હોવાની શક્યતા છે. આ વનસ્પતિની વિશેષતા એ છે કે તે એક થી દોઢ હાથવેત જેટલી લાંબી છે. અને તેને ફ્લાવરિંગ પરથી ઓળખી શકાઈ છે.

લાઈફ સાયન્સીસ ભવન ની ટીમે આ વનસ્પતિની શોધ માટે ગિરનાર ખૂંધ્યો હતો. તેમજ પ્રોફેસર અને તેના વિદ્યાર્થી ડીપાર્ટમેન્ટ માં કમલેશ ગઢવી,સંદીપ ગામિત, દુષ્યંત દૂધાગરા અને રશ્મિ યાદવ સહિત આ લોકો ની મુખ્ય ભૂમિકા રહી છે. આ ટીમે ખારપાટ વિસ્તારમાં થતી વનસ્પતિ અને તેની વિશેષતા પર શોધ કરી હતી. અને આ ટીમ હાલ ગિરનાર પર હજુ શોધ કરી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button