Ukraine Russia War : રશિયન સેનાએ મારીયુપોલમાં 3 લાખ લોકોને બનાવ્યા બંધક, યુક્રેને લગાવ્યો ગંભીર આરોપ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રશિયન સેના પર મોટા આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, મારીયુપોલમાં રશિયન સેનાએ ત્રણ લાખ લોકોને બંધક બનાવી રાખ્યા છે. બીજી તરફ આ મામલે રશિયન સેનાનું કહેવું છે કે, મારિયા પોલમાં યુક્રેનમાં સૈનિકો છુપાયેલા છે એટલા માટે અમારી તરફથી આવી કાર્યવાહી કરવામાં આવી છે. મારીયુપોલમાં મામલો હજુ પણ ગરમાયો છે.
મંગળવારના યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ રશિયન સૈન્ય પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, રશિયન સેનાએ યુક્રેનના શહેર મેરીયુપોલમાં ત્રણ લાખ નાગરિકોને કેદ કરી લીધા છે. આ લોકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે રશિયન સૈન્યએ એક નિવેદન બહાર પાડીને આરોપોને નકારી કાઢ્યા છે કે, મારીયુપોલમાં યુક્રેન સૈનિકો પર અમારી સૈન્ય દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ સામાન્ય લોકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો નથી.
આ દરમિયાન, ઝેલેન્સકીએ પશ્ચિમી દેશો પર પણ હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું છે કે, 13 દિવસથી યુક્રેન રશિયાના શક્તિશાળી સૈન્ય દળ સામે એકલું ઉભેલું છે. પરંતુ પશ્ચિમે આ લડાઈમાં કોઈ મદદ કરી ન હતી. રશિયન સૈન્યએ તેમની મિસાઇલો વડે આપણા શહેરોને નષ્ટ કરી નાખ્યા પરંતુ પશ્ચિમ હજુ પણ મદદ માટે આગળ આવ્યું નથી. માત્ર પ્રતિબંધોથી કામ નથી થતું, માત્ર જમીન પર ઉતરીને લડવાથી જ ફરક પડશે.