દેશવાયરલ સમાચારસમાચાર

Ukraine Russia War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયો ટૂંક સમયમાં દેશમાં ફરશે પરત, રોમાનિયા અને હંગેરી થઈને સ્થળાંતર માર્ગો સ્થાપિત કરવાનું કામ ચાલુ

Ukraine Russia War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયો ટૂંક સમયમાં દેશમાં ફરશે પરત, રોમાનિયા અને હંગેરી થઈને સ્થળાંતર માર્ગો સ્થાપિત કરવાનું કામ ચાલુ

Ukraine Russia War: યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે હજારો ભારતીય નાગરિકો ત્યાં ફસાયેલા છે. યુક્રેન યુદ્ધના પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને નાગરિક વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. ભારત સરકાર તેના નાગરિકોને પરત લાવવા માટે વૈકલ્પિક માર્ગો પર સતત વિચાર કરી રહી છે. સમાચાર અનુસાર, સરકાર યુક્રેનમાં ભારતીય નાગરિકો માટે નિકાસી ઉડાનની વ્યવસ્થા કરશે. આ મિશનનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.

રોમાનિયા અને હંગેરીના રસ્તે થશે નિકાસ

જયારે, યુક્રેનમાં આવેલ ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં જાણવવામાં આવ્યું છે કે યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર નીકાળવા માટે રોમાનિયા અને હંગેરીમાંથી સ્થળાંતર માર્ગો સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. સાથે જ જાણવવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે એર ઈન્ડિયા આજે શુક્રવારે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ માટે બે ફ્લાઈટ ચલાવવાની યોજના બનાવી રહી છે.

બુખારેસ્ટ પહોંચશે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ

માહિતી અનુસાર, સડક માર્ગેથી યુક્રેન-રોમાનિયા બોર્ડર પર પહોંચનાર ભારતીય નાગરિકોને ભારત સરકારના અધિકારીઓ બુખારેસ્ટ લઈ જશે જેથી કરીને તેમને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાની બે ફ્લાઈટ શનિવારે બુખારેસ્ટથી રવાના થશે. અંદાજ મુજબ 20 હજારથી વધુ ભારતીય નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે. તેમાં મુખ્યત્વે ભારતીય વિદ્યાર્થીઓ છે, જેઓ ત્યાં રહીને ત્યાં ભણતા હતા.

રોડ માર્ગેથી પસાર કરવી પડશે યુક્રેન અને રોમાનિયાનું અંતર

યુક્રેનની રાજધાની કિવ અને રોમાનિયાની સરહદ વચ્ચેનું અંતર લગભગ 600 કિલોમીટર છે. રસ્તા દ્વારા આ અંતર કાપવામાં લગભગ 8.5 થી 11 કલાકનો સમય લાગે છે. જયારે, યુક્રેન-રોમાનિયા સરહદથી બુકારેસ્ટનું અંતર લગભગ 500 કિલોમીટર છે. સડક માર્ગે આ અંતર કાપવામાં સાતથી નવ કલાક જેટલો સમય લાગે છે.

[quads id=1]

Related Articles

Back to top button