સમાચાર

Ukraine Russia War : યુક્રેનમાં અમેરિકી ટીવી નેટવર્ક ફોક્સ ન્યૂઝના કેમેરામેનનું મોત, રિપોર્ટર પણ ઈજાગ્રસ્ત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકન ટીવી નેટવર્ક ફોક્સ ન્યૂઝના એક કેમેરામેનનું મોત થઈ ગયું હતું. ચેનલ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે, ફોક્સ ન્યૂઝના એક ન્યુઝ કેમેરામેનનું જેનું નામ પિયરે જકરજેવસ્કી છે તે યુક્રેનની રાજધાની કીવના બહારી વિસ્તારમાં મારી ગયા છે. જ્યારે તે સંવાદદાતા બેન્જામિન હોલ સાથે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન આગની જ્વાળાઓ તેમના વાહન સાથે ટકરાઈ ગઈ હતી.

જ્યારે સંવાદદાતા બેન્જામિન હોલ પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફોક્સ ન્યૂઝે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “યુક્રેન અને આજુબાજુના વિસ્તારોમાં પત્રકારોની અમારી સંપૂર્ણ ટીમની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

ફોક્સ ન્યૂઝના સીઈઓ સુઝાન સ્કોટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સોમવારે રાજધાની કિવની બહાર હોરેન્કામાં તેમના વાહનમાં આગ લાગતા ઝકરજેવસ્કીનું મૃત્યુ થયું હતું અને તેમના સાથીદાર બેન્જામિન હોલ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને જણાવ્યું છે કે, બેન્જામિન હોલ નેટવર્કના વિદેશ વિભાગના સંવાદદાતા તરીકે કામ કરે છે, તે હાલ યુક્રેનની હોસ્પિટલમાં દાખલ છે.

જ્યારે આ અગાઉ રશિયાના હુમલા વચ્ચે યુક્રેનમાં વધુ એક વિદેશી પત્રકારનું મોત થઈ ગયું હતું. યુક્રેનના સાંસદ ઇન્ના સોવસુને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઇરપિનમાં રશિયાની ગોળીબારમાં વિદેશી પત્રકારનું મોત થઈ ગયું હતું. જ્યારે એક અન્ય વિદેશી પત્રકારને સારવાર માટે ઓખમતદિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રશિયન સૈનિકો પત્રકારો, ડોક્ટરો, ગર્ભવતી મહિલાઓ, બાળકો, નાગરિકો પર ગોળીબાર કરે છે, આ સમગ્ર વિશ્વ સામે યુદ્ધ છે.

[quads id=1]

Related Articles

Back to top button