કોર્ટે આપ્યા તપાસના આદેશ, ભાજપ પાસે કઇ રીતે પહોચ્યા મતદારોના આધારલિન્ક ફોન નંબર?
મતદાતાઓ ને બાળક માં મેસેજ મોકલવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ને પોડિચેરીના મતદાતા ઑ ના આધારલિન્ક મોબાઇલ નંબર કેવી રીતે મળ્યા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા મદ્રાસ હાઇકોર્ટે ઉઆઇડીએઆઈ ને આદેશ કર્યા છે. ગુરૂવારે કોર્ટે ચૂંટણી પંચ અને પોલીસને પણ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારમાં આધાર નંબર ઉપયોગ કરવા મામલે તપાસ ચાલુ રાખવા કહ્યુ છે.
કોર્ટે પોલીસ અને ચૂંટણી પંચને 6 અઠવાડિયા બાદ રિપોર્ટ માંગ્યો છે. મહત્વપૂર્ણ છે કે પોડિચેરીમાં 6 એપ્રિલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. સુનાવણી દરમિયાન ભાજપે દાવો કર્યો કે ભાજપ ના કાર્યકર્તા ઑ લોકો ના ઘરે ઘરે જઈ ને ચુંટણી પ્રચાર કરતાં હતા ત્યારે આ મોબાઈલ નંબર નો ડેટ ભેગો કરવામાં આવ્યો છે.
આ દરમિયાન તેમણે મરદાતાઓ પાસે થી ફોન નંબર લીધા હતા. ડીવાઇએફઆઇના એ.આનંદે કોર્ટ પાસે માંગ કરી છે કે ચૂંટણી પંચને ભાજપની પાર્ટી ને સસ્પેન્ડ કરી દેવી જોઇએ, તેમણે ભાજપ પર ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.
આ પહેલા એ.આનંદે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ લોકોના આધાર કાર્ડની જાણકારીનો ઉપયોગ કરી વ્હોટ્સએપ દ્વારા પ્રચાર કરી રહી છે.
ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યુ હતું કે માત્ર તે નંબરો પર ભાજપનો મેસેજ આવ્યો હતો જે આધાર કાર્ડથી લિંક છે.
કોર્ટે કહ્યુ કે જ્યારે આવા આરોપ લગાવવામાં આવ્યા છે કે જે નંબર આધાર કાર્ડથી લિંક છે તેમની પર ભાજપના પ્રચારના મેસેજ ગયા છે ત્યારે ઉઆઇડીએઆઈ એ પણ યોગ્ય જવાબ રજૂ કરવો જોઇએ.
ચૂંટણી લાભની બીજી બાજુ આ ઘટના લોકોની ગુપ્તતામાં ભંગ છે. આ મુદ્દો ચૂંટણીના વાતાવરણમાં રફેદફે થઈ જવો જોઈએ નહીં. લોકશાહીમાં લોકો નો વિશ્વાસ જળવાઈ રહે તે માટે અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે જવાબદાર સંસ્થાઓએ આ મામલે યોગ્ય જવાબ આપવો જરૂરી બને છે.
પોડિચેરીના ભાજપ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે કહ્યુ કે ડીવાઇએફઆઇના કાર્યકર્તાઓનુ કોર્ટ જવાનું અને ભાજપ પર આવા આરોપ લગાવવો એ બધુ ષડયંત્રનો ભાગ છે. આ તે લોકોનું ષડયંત્ર છે જે લોકો ભાજપ સામે લડી શકતા નથી. રાહુલ ગાંધીએ વર્ષ 2017-18માં આ થિયરી અપનાવી હતી. ભાજપ ટેકનિકનો ઉપયોગ કરી લોકો સુધી મેસેજ પહોચાડવા માંગે છે. અમે માત્ર તે કામ કરી રહ્યા છીએ જે લીગલ છે.