આ વિડિયો જોઈ ને તમે તમારી હસી રોકી નહીં શકો: ચોરો ને ઊભી પૂછડીએ ભાગવું પડ્યું
ચોર લૂંટારા થી બચવું ઘણું મુશ્કેલ હોય છે કારણકે તેઓ એક વાર ચોરી કરવા પોગી જાય પછી કોઈ પણ હાલત માં ખાલી હાથે પાછા જતા નથી. પરંતુ એવું નથી કે દર વખતે ચોર ફાવી જ જાય. જો તમે એકદમ સજાગ અને સમજદાર હોવ તો તમે ચોર લૂંટારા થી બચી શકો છો. તમને ફક્ત એ ખ્યાલ આવી જવો જોઈએ કે તમારી આસપાસ કે હાથ માં રહેલી વસ્તુ નો ઉપયોગ આત્મ રક્ષણ માટે કંઈ રીતે કરવો.
આજે અમે તમને એક એવો વિડિયો બતાવા જઇ રહ્યા છીએ કે જેમાં ચોરો ચોર ગાડી ચોરવા આવ્યા હતા પરંતુ માલિક ની સજાગતા ને લીધે ચોરો ને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું. વિડિયો માં તમે જોશો કે એક ભાઈ ઇંધણ ભરાવવા માટે એક પંપ પર ઊભા છે એવા માં એક સફેદ વાન આવી અને તેમની 3-4 બદમશો ઉતાર્યા અને ઈંધણ ભરી રહેલા ભાઈ ની ગાડી ચોરવાની કોશિશ કરી.
પરંતુ પેલા માલિકે તેના હાથ માં રહેલી પેટ્રોલ ની પાઇપ થી ફટાફટ બધા લૂંટારા પર પેટ્રોલ છાંટવાનું શરૂ કરી દીધું. એટલે લૂંટારા ઓ બીક ના માર્યા ફટાફટ પોતાની વાન માં બેસી ને ભાગી ગયા અને પેલા ભાઈ ની ગાડી ચોરી થતાં બચી ગઈ. રેકસ ચેપ મેન નામના વ્યક્તિ એ આ વીડિયો અપલોડ કર્યો છે. તેને લખ્યું છે કે કાર ચોરો સાથે કેમ વર્તન કરવું જોઈ લ્યો. આ વીડિયો જોઈ ને લોકો હસવું રોકી શકતા નથી.
How to deal with car jackers… pic.twitter.com/qNHoB7THtw
— Rex Chapman?? (@RexChapman) April 30, 2021