ગુજરાતસમાચાર

અમેરિકા-કેનેડા મોકલવાના નામે છેતરપીંડી: પાંચ પાટીદારો પાસેથી 1.76 કરોડ પડાવનારા બે ઝડપાયા

આણંદઃ મહિનામાં જ અમેરિકા અને કેનેડા પહોંચાડી દઈશું તેવી વાતો કરીને આણંદના બે અને મહેસાણાના ત્રણ પાટીદાર યુવકો પાસેથી ૧.૭૦ કરોડ રુપિયા જેટલી માતબર રકમ પડાવનારા બે શખ્સોની આણંદ પોલીસે ધરપકડ કરી છે. આણંદ પોલીસે વિઝાનું કામ કરતાં ઈશ્વર પ્રજાપતિની ફરિયાદના આધારે અશ્ફાક (રહે. બિહાર, સિતામઢી) અને સુનિલ (રહે. મહારાષ્ટ્ર)ની શોધખોળ હાથ ધરી હતી, અને તેમને હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

અશફાક અને સુનિલ કેજરીવાલ નામના આ શખ્સો આણંદમાં વિઝાનું કામ કરતાં ઈશ્વર પ્રજાપતિને દિલ્હીમાં મળ્યા હતા, અને પોતાનું અમેરિકા તેમજ કેનેડાની એમ્બેસીમાં સેટિંગ હોવાની વાતો કરીને કોઈ કામ હોય તો કહેજાે તેમ જણાવ્યું હતું. દિલ્હીમાં થયેલી મુલાકાત બાદ અશ્ફાક અને સુનિલ ફોન પર ઈશ્વર પ્રજાપતિના સંપર્કમાં હતા.

આ દરમિયાન નવેમ્બર ૨૦૨૦માં આણંદના ભાવિન પટેલ અને અર્પિત પટેલને કેનેડા મોકલવાનું કામ ઈશ્વર પ્રજાપતિ પાસે આવ્યું હતું. તેમણે અશ્ફાક અને સુનિલને આ અંગે વાત કરતાં કામ થઈ જશે, તમે પાર્ટીને લઈ જયપુર આવી જાઓ તેમ જણાવ્યું હતું. ૧૦ નવેમ્બરે જયપુર ગયા બાદ અર્પિત અને ભાવિન સાથે ઈશ્વર પ્રજાપતિ પાંચ દિવસ હોટેલમાં રોકાયા હતા, અને ત્યારબાદ તેમને અશ્ફાક અને સુનિલ મેંગલોર લઈ ગયા હતા. તેમને કહેવાયું હતું કે હવે તૈયાર રહેજાે, કાલે કેનેડાની ફ્લાઈટ પકડવાની છે.

બીજી તરફ, ભાવિન અને અર્પિત મેંગલોર લેન્ડ થયા ત્યારે રાત પડી ચૂકી હતી. તેમને હોટેલમાં જવાનું છે તેમ કહીને અશ્ફાક અને સુનિલ બીજા કેટલાક લોકો સાથે એક ઓરડી પર લઈ ગયા હતા, અને ત્યાં તેમના હાથપગ બાંધીને પૂરી દીધા હતા. ૧૮ નવેમ્બરે વોટ્‌સએપ પર કેનેડાના એક નંબરથી અર્પિત અને ભાવિન પાસે તેમના ઘરે ફોન કરાવાયો હતો, અને તેમના ગળા પર ચાકૂ મૂકીને તેમને એવું કહેવા ફરજ પાડવામાં આવી હતી કે તેઓ કેનેડા પહોંચી ગયા છે. ફોન આવતા તેમના પરિવારજનોને પણ વિશ્વાસ બેસી ગયો હતો કે બંને કેનેડા પહોંચી ગયા છે. ત્યારબાદ કામ થઈ ગયું હોવાનું કહીને અશ્ફાક અને સુનિલે ઈશ્વર પ્રજાપતિ પાસેથી રુપિયા માગ્યા હતા. આ દરમિયાન પ્રજાપતિ પાસે મહેસાણાના બીજા ત્રણ યુવકોને અમેરિકા મોકલવાનું કામ આવ્યું હતું.

[quads id=1]

Related Articles

Back to top button