સ્વાસ્થ્ય

શું બાળક મોડું બોલતા શીખે તેને કોઈ બીમારી કહેવાય? જાણી લ્યો તેનું કારણ અને લક્ષણો

બાળકો નું સામાન્ય રીતે મોડું બોલતા શીખવાનું એક કારણ ટંગ  ટાઈ પણ હોય છે. બાળકો માં આ તકલીફ જન્મજાત હોય છે. એવા માં લક્ષણો ની ઓળખ કરી ને તરત જ બાળક નો ઈલાજ કરાવવો જોઈએ. 

હાલ નાં દિવસોમાં કેટલાક બાળકો માં મોડુ બોલતા શીખવાની સમસ્યા જોવા મળે છે. કેટલાક એવા બાળકો પણ છે જેમને બોલવામાં ઘણી તકલીફ પડે છે. આની પાછળ નું કારણ બાળકો માં જોવા મળતી એક ખૂબ જ સામાન્ય સમસ્યા ટંગ ટાઇ હોઈ શકે છે.

જે બાળકો તેમની જીભને વધુ હલાવી શકતા ન હોય  તેમને પણ ટંગ ટાઇ ની સમસ્યા હોઈ શકે છે. કેટલાક બાળકોમાં, આ સમસ્યા જન્મ સાથે જ આવે  છે. આવી સ્થિતિમાં બાળકને દૂધ પીવામાં, ખાવામાં અને બોલવામાં તકલીફ થવા લાગે છે. જો કે, આ સમસ્યાને જો  સમયસર ઓળખી લેવામાં આવે, તો તમે તેના કારણે થતી તકલીફો થી  બચી શકો છો. તો જાણી લો તેના લક્ષણો અને સારવાર 

શું છે ટંગ ટાઈ :

હકીકત માં ટંગ ટાઈ માં, બાળકની જીભ નું તંતુ  ફ્રેન્યુલમ ખૂબ જ નાનું હોય છે અને તે જીભને મો ના તળિયા સાથે બાંધી દે છે. આ સમસ્યાને લીધે, જીભ વધારે ઉપર ઉઠી શકતી નથી અને વધારે હલાવી શકાતી પણ નથી. આને લીધે, બાળકને બોલવામાં અને ખાવામાં ઘણી મુશ્કેલી થાય છે. 

 ટંગ ટાઇ ના લક્ષણો :

 આમાં બાળક મોં ખોલ્યા પછી પણ, જીભ ને બહાર કાઢી શકતું નથી. આ બીમારી માં,  જીભની નીચે એક વર્ટીકલ સ્કીનનો ટુકડો  દેખાવા લાગે છે. બાળક જીભને ખસેડવા અને તેને ઉપરની તરફ લઈ જવા માં અસમર્થ હોય છે.  ઘણી વખત બાળક જીભને સાઈડ માં પણ કરી શકતું નથી. કેટલાક બાળકોની જીભનું કદ પણ અસામાન્ય છે. આને કારણે, બાળક દૂધ પીતી વખતે ઘણી વખત સારી પકડ બનાવી શકતુ નથી.

શિશુ માં ટંગ ટાઈનાં લક્ષણો:

આ સ્થિતિમાં, બાળક વારંવાર નિપ્પલ ને પકડે અને છોડે છે. આવી સ્થિતિમાં, બાળક દૂધ પીતી વખતે  ક્લીકિંગ થવા જેવો અવાજ કરે છે. કેટલાક બાળકો નું વજન પણ ઓછું થવા લાગે છે. આ સમસ્યાથી પીડાતા બાળકો જલ્દીથી કંટાળી જાય છે અને દૂધ પીતા સુધી માં જ સૂઈ જાય છે.

આવા બાળકો ને દૂધ પીવડાવતી  વખતે નિપ્પલ દુખવા લાગે છે અને દૂધ પણ ખૂબ જ ઓછું આવે છે. જે બાળકો બોટલમાંથી દૂધ પીવે છે, તેની બોટલ માં  હવા ભરાઇ જાય છે  છે. આવી સમસ્યા થી પીડાતા બાળકો જલ્દી થાકી જાય છે અને દૂધ પીધા  પછી તરત જ બહાર કાઢી નાખે  છે. 

ટંગ ટાઈ થવાનું કારણ :

હકીકત માં આની પાછળ રહેલ  કોઈ ખાસ કારણ ની જાણ હજુ થઈ શકી નથી, પણ આને જેનેટિક સમસ્યા પણ માનવા  માં આવી રહી છે. સામાન્ય રીતે એ બાળકો માં આ સમસ્યા વધુ જોવા માં આવી રહે છે જેના માતા-પિતા ને પણ આ સમસ્યા થઈ ચૂકી હોય. જો કે કેટલીક વાર જેનેટિક હિસ્ટ્રી હોયા વગર પણ બાળકો માં આ સમસ્યા થઈ જાય છે 

ટંગ ટાઈ નો ઈલાજ :

જે બાળકો નો તંતુ એટલે કે ફ્રેનુલમ જાડુ  હોય છે તેમની ફ્રેનુલો પ્લાસ્ટી કરવા માં આવે છે. આમાં બાળકો ને બેભાન કરવાની દવા આપવા માં આવે છે અને ત્યાર બાદ સર્જરી કરવા માં આવે છે. તો બીજી બાજુ ફ્રેનોટોમી માં બાળક ના જન્મ પછી તરત જ નાના તંતુ ને એક કાતર વડે કાપી નાખવા માં આવે છે. આ ઘણી સરળ પ્રક્રિયા છે. 

ટંગ ટાઈ ના લીધે બાળકો ને થતી મુશ્કેલીઓ :

બાળકો ને આના લીધે ઘણી વાર ખૂબ જ તકલીફ થાય છે. બાળક ને બોલવા માં સમસ્યા ઊભી થવા લાગે છે.  શિશુ ને દૂધ પીવા માં પણ મુશ્કેલી થાય છે. બાળક ને  જીભ હલાવવા માં પણ ઘણી તકલીફ થાય છે. બાળક ને જીભ ને ઉપર ઉચકવા, સાઈડ માં લઈ જવા માં પણ મુશ્કેલી થાય છે.   

[quads id=1]

Related Articles

Back to top button