હત્યાનો ખુલાસો: ઉધાર 20 હજાર માંગવા પર થઇ હતી ભાજપના નેતા અને તેની પત્નીની હત્યા, અપશબ્દો બોલતા ગુસ્સે હતો હત્યારો
પોલીસે મંગળવારે ગુજરાતના મહિસાગર જિલ્લામાંથી ભાજપના કારોબારી સભ્ય ત્રિભુવનભાઈ અને તેમની પત્નીની હત્યાનો પર્દાફાશ કરીને આરોપી ભીખા પટેલની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રિભુવન પંચાલે ભીખાને 20,000 રૂપિયા ઉધાર આપ્યા હતા. આ અંગે 4 ઓગસ્ટની રાત્રે લગભગ 7.30 વાગ્યે પંચાલે ભીખાને ફોન કરીને રકમની માંગણી કરતી વખતે અપશબ્દો કહ્યા હતા.
આ સાંભળીને ભીખા ગુસ્સે થઈ ગયો અને લોખંડના સળિયા સાથે પંચાલના ઘરે પહોંચી. તેણે ગુસ્સામાં પંચાલ પર હુમલો કર્યો. આ દરમિયાન જ્યારે અવાજ સાંભળીને પંચાલની પત્ની ઘરની બહાર આવી ત્યારે ઓળખાણનો ડર લાગતા ભીખાએ તેના માથા પર લોખંડના સળિયા વડે માર માર્યા બાદ તે ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે આ સ્થળ પરથી લોખંડનો સળિયો જપ્ત કર્યો હતો. જો કે ઝડપાયેલ હત્યારો ભીખાભાઇ પટેલ ત્રિભુવનદાસ પંચાલના ખાસ મિત્ર હોવાની હકીકત સામે આવી છે.
તમને જણાવી દઈએ કે, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પલ્લા ગામમાં રહેતા ત્રિભુવનભાઈ ભાજપના કારોબારી સભ્ય તેમજ પંચાલ સમાજના વડા હતા. હત્યાના સમાચાર ફેલાતા જ ભાજપના અનેક નેતાઓ અને જિલ્લાના પોલીસ અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હત્યારાને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ સહીત lcb ટીમ કામે લાગી હતી. લુણાવાડા પોલીસ અને ધારા સભ્ય જીજ્ઞેશભાઈ સેવક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ભાજપના નેતાની હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમની લાશ ઘરના ગાર્ડનમાંથી મળી આવી હતી. જ્યારે તેમના પત્નીની ઘરમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તેમના પત્નીની પણ લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવી હતી. ધારાસભ્ય સેવકે જણાવ્યું હતું કે, લગભગ સવારે 8.30 વાગ્યે માહિતી મળી હતી.
મહીસાગર જિલ્લાના લુણાવાડાના ગોલાના પાલ્લા ગામમાં રહેતા ત્રિભોવનદાસ પંચાલ(ઉ.77) અને તેમના પત્નની જશોદાબેન પંચાલ(ઉ.70) પોતાનું નિવૃત જીવન ગાળી રહ્યા હતા. ત્રિભોવનદાસ મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્યનો હોદ્દો ધરાવતા હતા. 4 ઓગસ્ટે રાત્રીના સમયે ત્રિભોવનદાસ પંચાલ અને તેમના પત્ની જમી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બુમ પાડીને વૃદ્ધ ત્રિભોવનદાસને બહાર બોલાવ્યા હતા.
જેથી તેઓ ઘરની બહાર આવી ઘરના કમ્પાઉન્ડ વોલ પાસે આવેલી લોખંડના દરવાજાનું તાળું ખોલી પરત ઘર તરફ આવતા હતા. તે દરમિયાન હત્યારાઓએ ત્રિભોવનદાસના માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી 3 ઉપરાંત ઘા મારી હુમલો કરી હત્યા કરી નાખી હતી.