અમદાવાદક્રાઇમગુજરાતરાજકોટવડોદરા

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત, ટ્રક ડ્રાયવર જીવતો સળગ્યો

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત, ટ્રક ડ્રાયવર જીવતો સળગ્યો

રાજ્યમાં છેલ્લાં કેટલાંય સમયથી અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. જે રસ્તાઓ પર ખાસ કરીને રાજ્યના મોટા હાઇવે પર દિવસે ને દિવસે અકસ્માતના બનાવો સતત વધારો થઇ રહ્યો છે. જે લોકોની એક ભૂલ અને બેદરકારીને કારણે આ બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જયારે આવા અકસ્માતમાં પરિવારના કમાઉ મોભી નું મૃત્યુ થતા તેમના પર આભ ફાટી આવે છે, જેના કારણે તેમના બાળકોને રખડી જવાનો વાળો આવે છે. ત્યારે આજે પણ વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જે ત્રિપલ અકસ્માત (triple accident) સર્જાયો થયો છે. જેમાં એક ટ્રક ડ્રાયવરનું મોત થયું છે.

આ ગમખ્વાર ત્રિપલ અકસ્માત વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર થયો છે, જે રાત્રે 9 વાગ્યાની આસપાસ થયો હતો. અને આ અકસ્માતને કારણે રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેના કારણે ત્યાંથી પસાર થઇ રહેલા વાહન ચાલકોને ઘણી પરેશાન થઈ રહી હતી. ત્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ફાયર અને પોલીસની ટીમ પહોંચી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી અને આ અકસ્માતમાં ઈજાગ્રસ્તને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

જો કે, રાત્રે 9 વાગ્યાની આસપાસ નડિયાદથી અમદાવાદ તરફ આવી રહેલો ટ્રક રોડની બાજુમાં ઉભેલા આઇસરની પાછળ અથડાયો હતો. આ ટક્કરને કારણે ટ્રકની કેબિનમાં રહેલા સિલિન્ડરમાં ધડાકાભેર મોટો બ્લાસ્ટ થયો હતો. જેના કારણે અકસ્માત સાથે આગ પણ ફાટી નીકળી હતી. જેમાં ટ્રક (GJ-12-AT-9104) નો એક ડ્રાયવર ઘટના સ્થળે જ જીવતો સળગી ગયો હતો. જો કે આ અકસ્માત બાદ જ પાછળથી આવી રહેલા ટ્રક ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા તે પણ ટ્રક રોડની સામેની તરફ જઇને પડી ગયો હતો. જેના કારણે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આ ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવર 40 વર્ષીય નરેશ મહંતોનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અશોક લેલન ટ્રકના ડ્રાઇવર અને અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જે ઈજાગ્રસ્તને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, દેશમાં બીમારીઓ કરતા રોડ અકસ્માતમાં લોકોનું વધારે મોત થાય છે, જે દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. અને આવા રોડ અકસ્માતને કારણે તેમના પરિવારના સભ્યોને ગુમાવવાનો વાળો આવે છે. જયારે ઘણા એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં કુટુંબના એકના એક દીકરાનું માર્ગ અકસ્માતમાં મોત થઇ જાય છે. જેના કારણે પરિવાર પર આભ ફાટી આવે છે.

[quads id=1]

Related Articles

Back to top button