તમારા હાથની આંગળી આ 3 માંથી કેવી છે? અહી ક્લિક કરી જાણો આંગળી પરથી ભવિષ્યની ઘટના વિષે..
દરેક વ્યક્તિના ચહેરાથી લઈ હાથપગની આંગળીના આકાર અને નિશાનીના શુભ ફળ મહત્વ આપણાં હિન્દુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. જેમાં હાથની આંગળીના આકારથી ભવિષ્યમાં શુભ ફળની માહિતી મળે છે.
જેમની ટચલી આંગળી અનામિકા આંગળી (રિંગ ફિંગર)થી દૂર હોય તે લોકો આઝાદીથી જીવવાનું પસંદ કરે છે. ટચલી આંગળીને અંગ્રેજીમાં ફિંગર ઓફ મરકરી કે લિટલ ફિંગર કહે છે. કહેવાય છે કે જેમની ટચલી આંગળી લાંબી અને સુંદર હોય તે લોકો બીજાને જલદી પ્રભાવિત કરી લે છે. જેમની ટચલી આંગળી આગળથી અણીદાર હોય તે લોકો તેજસ્વી મગજ ધરાવે છે.
આ લોકો કામ બહુ સમજી વિચારીને કરે છે. જેમની ટચલી આંગળી વધારે લાંબી હોય તે લોકો દરેક કામ ઉતાવળમાં કરે છે. આ લોકો સ્વભાવે નાસમજ અને વિચાર્યા વિના કામ કરનારા હોય છે. જો કોઈની ટચલી આંગળીનો પહેલો ભાગ વધારકે લાંબો હોય તો આવા લોકોને વાતો કરવાનું બહુ ગમે છે.
કેટલાક લોકોની ટચલી આંગળી અનામિકા આંગળીને બરાબર હોય છે. આવા લોકોને રાજકારણમાં વધારે રસ પડે છે. જો આપની મધ્યમા એટલે કે વચ્ચેની આંગળીનો પહેલો વેઢો ઉપરથી ચપટો હોય તો એવાં લોકો કળાનાં ક્ષેત્રમાં મોટુ નામ બનાવે છે. જો બીજો વેઢો લાંબો હોય તો તે વ્યક્તિ વેપાર ક્ષેત્રમાં ઉંચાઇ હાંસલ કરે છે.આ આંગળીને બુધની આંગળી અને કનિષ્કા પણ કહે છે. આ આંગળીની સારી-નરસી અવસ્થાથી વ્યક્તિની બુદ્ધિ અને કળા અંગે જાણવા મળે છે.જે લોકોની અનામિકા વચ્ચેની આંગળી કરતાં પણ લાંબી હોય છે
તે વ્યક્તિ જોખમ ઉઠાવનારો હોય છે અને જો મધ્યમા આંગળીની લંબાઇ તર્જની જેટલી જ હોય તો આવા વ્યક્તિઓમાં માન-સમ્માન અને ધન કમાવવાની તીવ્ર ઇચ્છા હોય છે.આ રીતે તમે પણ આંગળીઓની બનાવટને સમજીને પોતાનું ભાગ્ય જાણી શકો છો.તર્જની આંગળીનો પ્રથમ પર્વ લાંબો હોય તો આવી વ્યક્તિ ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે. બીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ ઉચ્ચાભિલાષી હોય છે.
જો ત્રીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ ઘમંડી અને અભિમાની હોય છે. મધ્યમા આંગળી ચોરસ અને ભારે હોય તો તે મનુષ્ય ઊંડી સમજવાળો હોય છે. તે તેની આસપાસની વ્યક્તિને ખૂબ સારીરીતે સમજી શકે છે. તેનામાં સાહસિક બુદ્ધિ વધારે હોય છે.
મધ્યમા આંગળીને શનિની આંગળી કહે છે.તર્જની અને મધ્યમા બંને આંગળીઓ સરખા માપની હોય તો એવી વ્યક્તિ દેશના કાયદો અને ધર્મમાં આગળ પડતી અને આગેવાની ભોગવતા હોય છે. તેઓ સત્તા મેળવે છે.
આવા પ્રકારની આંગળીઓ સરકારી ઉચ્ચ અમલદાર, ન્યાયાધીશ, દેશનાયક, ધર્મગુરુ, સમાજસેવક અને રાજકીય આગેવાનના હાથમાં ખાસ કરીને જોવામાં આવે છે. આ આંગળીને ગુરુની આંગળી કહે છે.આ આંગળી રાજ કરતી હોવાથી રાજયોગ પણ કહે છે.