દિલ્લી અને પંજાબમાં જો ફ્રી વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં. દેશમાં ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળે છે. ગુજરાતમાં 15 જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળીનું આંદોલન ચલાવી રહી છે. આ ફ્રી વીજળી આંદોલનને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત કામ કરીને ગુજરાતમાં ઘરે-ઘરે પહોંચાડ્યું છે.
આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનને લઈને ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનની લહેર ગુજરાતના દરેક નાના-નાના ગામ અને શહેરમાં પહોંચી રહી છે. AAP ના ફ્રી વીજળી આંદોલનને કારણે હવે ગુજરાતનો દરેક નાગરિક જાગૃત થઇ રહ્યો છે. AAP નું ફ્રી વીજળી આંદોલન સતત દસ દિવસથી ગુજરાતના દરેક શહેરમાં સક્રિય છે. ત્યારે આ અંગે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ભાજપ સરકાર આ ફ્રી વીજળી આંદોલનથી ડરી ગઈ છે.
આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના રાણીપ અને નવાવાડજ, સુરતના વરાછા અને કરંજ, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ, ભાવનગર અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં સાયકલ યાત્રા પદયાત્રા, મશાલ યાત્રા, અને ટોર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જો કે, આ ફ્રી વીજળી આંદોલન તો માત્ર શરૂઆત છે, આમ આદમી પાર્ટી જનતા ના હિત માટે ગુજરાતમાં દરેક મુદ્દા ઉઠાવશે અને ભાજપ સરકાર પાસે તેનો જવાબ પણ માંગશે. રાજ્યમાં અમે શિક્ષણ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યાં છે. આગામી દિવસોમાં અન્ય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે. આપના તમામ નેતાઓ અને કાર્યકર્તાએ લોકો સાથે જનસંપર્ક કરીને સમજાવ્યું કે ભાજપ સરકાર કેવી રીતે તેમના મૂળભૂત અધિકારોનું હનન કરી રહી છે. ત્યારે ગુજરાતની જનતા ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો ઓળખી ગઈ છે.