રાજકારણ

આમ આદમી પાર્ટી ગુજરાતે બહાર પાડી નવા સંગઠનની બીજી યાદી

આમ આદમી પાર્ટી ગુજરાતે બહાર પાડી નવા સંગઠનની બીજી યાદી

આમ આદમી પાર્ટી ગુજરાતે નવા સંગઠનની બીજી યાદી બહાર પાડી છે. આ અંગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેનો જે પાયો છે, સંગઠન છે તેને મજબૂત કરી રહી છે.

કેટલાક દિવસો પહેલા આમ આદમી પાર્ટી ગુજરાત એ માળખા ના સંગઠન ની 1000 જેટલા પદાધિકારીઓ ની એક યાદી જાહેર કરી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને 6098 લોકોનું વિશાળ સંગઠન બનાવવામાં આવ્યું છે. આ નવી યાદીમાં પ્રદેશ કક્ષાએ 148, લોકસભા કક્ષાએ 53, જિલ્લા સમિતિમાં 1509 તેમજ વિધાનસભા કક્ષાએ 4488 કાર્યકર્તાઓને જવાબદારી આપીને કુલ-6098 જેટલા પદાધિકારીઓનું વિશાળ સંગઠન જાહેર કર્યું. ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટીનું સંગઠન સંપૂર્ણ રીતે તૈયાર છે. આગામી ચૂંટણીમાં જીત મેળવીને આમ આદમી પાર્ટી જનભાગીદારીથી સરકાર બનાવશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દેશના સર્વશ્રેષ્ઠ દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી ડો. સંદીપ પાઠક જી ના અથાગ પ્રયત્નો અને દરેક કાર્યકર્તાઓની મહેનત એ આમ આદમી પાર્ટી ને ગુજરાત માં ઘર-ઘર સુધી પહોંચાડી છે.

મનોજ સોરઠીયા એ મહત્વપૂર્ણ પદાધિકારીઓના નામ જણાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે ભેમાભાઈ ચૌધરી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે રમેશભાઈ નાભાણી, ફ્રન્ટલ સંગઠન CYSS જે છાત્રો માટે કામ કરી રહ્યું છે તેના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ધાર્મિક માથુકિયા, OBC વિંગ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે દિનેશ ઠાકોર, માઇનોરિટી વિંગ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે આરીફ અંસારી, ગુજરાતના ખલી તરીકે ઓળખાતા રવિ પ્રજાપતિ ને સ્પોર્ટ્સ વિંગ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે, માલધારી વિંગ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે અશોકભાઈ ગોહિલ, અને અન્ય પણ ઘણા સાથી મિત્રો ને જવાબદારીઓ આપવામાં આવી છે.

આ મહત્વની પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી તેમજ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, મોરચાના પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજ્યગુરુ, પણ ઉપસ્થિત રહ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button