દેશ

400 રૂપિયાને પાર જશે અદાણી કંપનીનો આ શેર, હજુ પણ ખરીદીને મેળવી શકો છો તેનો ફાયદો

ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મરનો શેર 420 રૂપિયા સુધી જશે. બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ દ્વારા આ વાત કરવામાં આવી છે. તેની સાથે અદાણી વિલ્મરના શેર પર ‘બાય’ રેટિંગ આપવામાં આવ્યું છે. તેનો અર્થ છે કે, કંપનીના શેર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝના જણાવ્યા મુજબ, કંપનીનો ગ્રોથ ઝડપથી વધી જશે.

ફેબ્રુઆરીમાં આવ્યો હતો આઈપીઓ : તમને જણાવી દઈએ કે, અદાણી વિલ્મરનો આઈપીઓ ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. IPO લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેનો ભાવ રૂ. 218-230 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો હતી. જે રોકાણકારોને IPO ફાળવવામાં આવ્યો છે તેમની પાસે કંપનીના રૂ. 230 સુધીના ભાવે શેર હશે.

IPO એ લોન્ચ બાદ રોકાણકારોને જબરદસ્ત નફો આપ્યો અને શેરની કિંમત 420 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોથી શેરની કિંમતમાં ઘટાડો થયો અને હવે તે ગુરુવારના 379.70 રૂપિયાના સ્તર પર છે.

કેટલો થશે નફો : હવે શેરની કિંમત છેલ્લા ટ્રેડિંગ દિવસ કરતાં 33.40 રૂપિયા અથવા 9.64 ટકા વધુ છે. આ આ આધારે જો શેરની કિંમત ફરી એકવાર રૂ. 420 ના સ્તરે જાય છે, તો શેર દીઠ રૂ. 40 સુધીનો નફો થવાની આશા છે.

તાજેતરમાં કંપનીની માર્કેટ મૂડી 49,348.80 કરોડ રૂપિયા છે. તેમ છતાં અદાણી વિલ્મરના શેરનો ભાવ પણ 50 હજાર કરોડના સ્તરને પાર કરી ગયો છે. તમને જણાવી દઈએ કે અદાણી વિલ્મર ખાદ્ય તેલમાં અગ્રણી કંપની છે.

[quads id=1]

Related Articles

Back to top button