રમત ગમત

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી પિતા બનવા જઈ રહ્યો છે, મુંબઈ ઈન્ડિયન્સે શેર કરી આપ્યા ગુડ ન્યૂઝ

ભારતીય ટીમનો ખેલાડી વિનય કુમાર લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2013માં રમી હતી. તેમણે 2020 બાદ ડોમેસ્ટિક મેચ પણ રમી નથી. પરંતુ વિનય તાજેતરમાં ચર્ચામાં આવી ગયો છે. તેમની પત્ની રિચા એક બાળકને જન્મ આપવાની છે. વિનય ટૂંક સમયમાં પિતા બનશે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા ચાહકોને આ સમાચાર આપ્યા હતા. ફ્રેન્ચાઇઝીએ વિનય અને તેની પત્નીની એક સુંદર તસ્વીર શેર કરી છે.

મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. તેમાં વિનય કુમાર તેની પત્ની રિચા સિંહ સાથે જોવા મળી રહ્યો છે. રિચા ગર્ભવતી છે અને તે એક બાળકને જન્મ આપવાની છે. મુંબઈએ ટ્વિટ કરીને ચાહકોને આ માહિતી આપી હતી. ફ્રેન્ચાઇઝીએ તેના માટે રિચા અને વિનયને અભિનંદન પણ પાઠવ્યા છે.

નોંધનીય છે કે, વિનયે ટીમ ઈન્ડિયા માટે 31 ODI રમી છે. આ દરમિયાન તેણે 38 વિકેટ ઝડપી હતી. વિનયે નવેમ્બર 2013માં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે 9 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 10 વિકેટ લીધી છે. વિનયે ઓક્ટોબર 2013 માં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી T-20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તે 2018 પછી IPL માં જોવા મળ્યો નથી. વિનય તેની છેલ્લી IPL સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago