વ્યક્તિ તેના જીવનમાં જે પણ કરવા માંગે છે, તે કોઈપણ ઉંમરે કોઈ પણ સમયે કરી શકે છે. જયારે ઉંમરની રાહ જોતા અને તેના માટે રડતા લોકો કંઈ પણ કરી શકતા નથી. હાલના દિવસોમાં બ્રિટનની મિસ ઈંગ્લેન્ડ બ્યુટી (Miss England beauty) ની ફાઈનલિસ્ટ રહી ચૂકેલી છે ફેમસ મોડલની ચર્ચા થઈ રહી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તે ટૂંક સમયમાં જ બનવા જઈ રહી છે ટ્રક ડ્રાઈવર. હવે એવું શું થયું કે તે આ વ્યવસાય અપનાવી રહી છે? ચાલો તમને જણાવી દઈએ.
ડ્રાઇવરોની થઇ રહી છે અછત
આ મહિલાનું નામ મિલી એવર્ટ (Milly Everatt) છે. તેની ઉંમર 22 વર્ષની છે. જણાવી દઈએ કે તેનું બાળપણ તેમના ખેતરમાં જ વીત્યું હતું. તે બાળપણથી જ ખેતરોમાં રહી છે. ખેતરોમાં તેના માટે મોટા વાહનો ચલાવવાનું ખૂબ જ સરળ રહેતું હતું. તે એક ખેડૂતની પુત્રી છે, તેથી તેને મશીનો પ્રત્યે પણ ઘણો જ પ્રેમ છે. અને હાલના દિવસોમાં, બ્રિટનમાં ટ્રક ડ્રાઇવરોની અછત થઇ ગઈ હતી. આજ કારણે તેને આ વ્યવસાય અપનાવવાનું નક્કી કર્યું છે. આ તેના માટે એક નવો પડકાર છે.
જૂની વિચારસરણીને તોડવાનું કર્યું કામ
જાણકારી માટે જણાવી દઈએ કે બ્રિટનમાં મહિલા ડ્રાઈવરો ઘણી ઓછી છે. 1 થી 3 ટકા HGV ડ્રાઇવરો જ માત્ર સ્ત્રી છે. તેમણે કહ્યું કે આજે મહિલાઓ પણ ભારે વાહનો ચલાવી શકે છે. જો કે એવું જરૂરી નથી કે માત્ર પુરુષો જ આવા હેવી ટ્રક ચલાવી શકે, મહિલાઓ પણ આ કામ કરી શકે છે.
લેશે હેવી વાહનનું લાઇસન્સ
તે ટૂંક સમયમાં જ હેવી વાહનોનું લાઇસન્સ લેશે. હાલમાં, તે વર્ગ 1, વર્ગ 2 હેવી ગુડ વ્હીકલ (HGV) ના લાઇસન્સ માટે તાલીમ લઈ રહી છે. ત્યારબાદ તે 44 ટનની ટ્રક ચલાવી શકશે. જણાવી દઈએ કે કોવિડ, બ્રેક્ઝિટ અને અન્ય કારણોસર સમગ્ર બ્રિટેનમાં એચજીવી ડ્રાઈવરોની અછત થઇ ગઈ છે. ત્યારબાદ તે ગ્લેમરની દુનિયા છોડીને આ વ્યવસાયમાં આવી છે. અત્યારે તે HGV લાઇસન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
હવે નવો વ્યવસાય અપનાવશે
વર્ષ 2018માં Milly મિસ ઈંગ્લેન્ડ બ્યુટીની ફાઈનલિસ્ટ હતી. તે દરમિયાન તે છઠ્ઠા સ્થાને રહી હતી. મોડલિંગ બાદ તે હવે ફરીથી 4 વર્ષ બાદ નવો વ્યવસાય અપનાવવા જઈ રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…