આખી દુનિયામાં આ ભાષાને ફક્ત 1 મહિલા બોલતી હતી, તેની સાથે જ ખતમ થઈ ગયો તેનો ઈતિહાસ
આખી દુનિયામાં આ ભાષાને ફક્ત 1 મહિલા બોલતી હતી, તેની સાથે જ ખતમ થઈ ગયો તેનો ઈતિહાસ
દક્ષિણ અમેરિકાના દેશ ચિલી (Chile) સાથે જોડાયેલી એક પ્રાચીન ભાષાનો અંત આવી ગયો છે, કારણ કે તેને બોલનાર છેલ્લી મહિલાનું અવસાન થઇ ગયું છે. 93 વર્ષીય ક્રિસ્ટીના કાલ્ડેરોન (Cristina Calderon) ને આદિવાસી યગાન સમુદાયની યમાના ભાષા (Yamana Language of the Yagan Community) માં મહારત પ્રાપ્ત હતી. 2003 માં તેની બહેનના મૃત્યુ પછી, તે દુનિયાની છેલ્લી વ્યક્તિ હતી જે આ ભાષાને બોલી શકતી હતી.
પુત્રીએ કહી આ વાત
રિપોર્ટ અનુસાર, ક્રિસ્ટીના કાલ્ડેરો (Cristina Calderon) ને તેના જ્ઞાનને વળગી રહેવા માટે સ્પેનિશ ભાષામાં અનુવાદની સાથે એક શબ્દકોશ જરૂર તૈયાર કર્યો છે, પરંતુ હવે ત્યાં યમાના બોલનાર કોઈ પણ વ્યક્તિ જીવિત રહ્યું નથી. કાલ્ડેરોનની પુત્રી લિડિયા ગોન્ઝાલેઝે તેની માતાના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેની સાથે આપણા લોકોની સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ પણ જતો રહ્યો છે. ગોન્ઝાલેઝ હાલમાં ચિલીમાં નવા બંધારણનો મુસદ્દો તૈયાર કરનારા પ્રતિનિધિઓમાં શામેલ છે.
સમુદાયના કેટલાક લોકો છે જીવિત
જો કે, હજુ પણ યગાન સમુદાય (Yagan Community) ના કેટલાક ડઝન લોકો જીવિત છે, પરંતુ તેઓ તેમની માતૃભાષા બોલતા નથી. તેમની પેઢીઓએ તેને શીખવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તે અત્યંત મુશ્કેલ છે અને તેના શબ્દોના મૂળને નક્કી કરવું પણ મુશ્કેલ છે. બધું થઈને ક્રિસ્ટીના જ એકમાત્ર એવી મહિલા હતી જેને આ ભાષાને જીવંત રાખી હતી. તેમના જવાથી એક રીતે આ યામાના ભાષાનો અંત આવી ગયો છે.
મોજાં વણીને વેચતી હતી
ક્રિસ્ટીના કેલ્ડેરોન ચિલીના વિલા ઉકિકા શહેરમાં આવેલ એક સાધારણથી ઘરમાં રાખતી હતી અને ગુજરાન ચલાવવા માટે મોજાં બનાવીને વેચીતી હતી. આ શહેર યગાન લોકો દ્વારા વસાવવામાં આવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, યમાના ભાષા આર્જેન્ટિના અને ચિલી વચ્ચેના ટિએરા ડેલ ફ્યુએગો નામના ટાપુ પર રહેતા આદિવાસીઓ દ્વારા બોલવામાં આવતી હતી.