ગુજરાતના શિક્ષણને લઈને સરકાર દ્વારા લેવામાં આવ્યો આ મોટો નિર્ણય
ગુજરાતમાં સતત શિક્ષણને લઈને સરકાર દ્વારા નવા-નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જ્યારે એવા જ એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીને સામેલ કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા આ બાબતની જાણકારી આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ-૯ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવેલ છે અને હવે પછી ક્રમશ: ધોરણ-૧૦ થી ૧૨ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
— Jitu Vaghani (@jitu_vaghani) June 9, 2022
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા સોશિયલ મીડિયા માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિષયને સામેલ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ધોરણ-10 થી 12 ના અભ્યાસક્રમમાં પણ તેને સામેલ કરવામાં આવશે.
તેની સાથે ગુજરાતના વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ દરમ્યાન પ્રાકૃતિક ખેતીને લગતી તમામ જાણકારી મળશે. તેનાથી થનાર લાભોની વિદ્યાર્થીઓને જાણ થશે. આ કારણોસર ભવિષ્યના નાગરિકો એવા આ વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજીને આગળના સમયમાં પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધશે.