જાણવા જેવુંપ્રેરણાત્મક

જાણો એક પટાવાળો કેવી રીતે બન્યો ‘ફેવિકોલ મેન’ અને ઉભી કરી દીધી 1000 કરોડની કંપની: એકવાર જરૂર વાંચવા જેવી પ્રેરણાત્મક હકીકત

પરિસ્થિતિઓ નું રોવું એ  લોકો જ રડે છે જેમને પોતાના પર વિશ્વાસ અને કઇક વધુ સારું કરવાની આશા હોતી નથી. જો તમારે  શીખવું હોય કે મુશ્કેલીઓ સામે લડીને સફળતાના શિખરે કેવી રીતે પહોંચી શકાય, તો તમારે બળવંત પારેખ વિશે જાણવું જ જોઇએ.

બળવંત પારેખ એ અમુક ઉદ્યોગકારો માંના એક હતા જેમણે સ્વતંત્ર ભારતની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપ્યો  હતો. આજે તેમનો પરિવાર અને તેમની કંપની ભલે અબજો માં હોઈ પરંતુ બળવંત પારેખ માટે અહીં સુધી પહોંચવું સરળ ન હતું.

કેવી રીતે એક પટાવાળો બન્યો ‘ફેવિકોલ મેન’ :

તાજેતર માં જ , ટીવી પર શર્માઈનનો સોફા ખૂબ જ લોકપ્રિય થયો હતો. શર્માઈનનો આ સોફા મિશ્રાઇન નો થયો,પછી તે કલટ્રાઇન નો થયો  અને પછી તે બંગાળણ નો થયો. મતલબ કે આ સોફા 60 વર્ષો સુધી પેઢી દર પેઢી ચાલતો રહ્યો અને તેનું કારણ હતું ફેવિકોલ. 

હા, તે જ ફેવિકોલ, જેના વિશે એવું કહેવામાં આવે છે કે , ‘આ ફેવિકોલ થી જોડ્યું છે,તૂટશે નહીં.’ હકીકતમાં, ફેવિકોલની જોડ એટલી મજબૂત છે કે તેના ગ્રાહકો દાયકાઓ પછી પણ તેની સાથે જોડાયેલા છે. ભારતમાં આ મજબૂત જોડ ની સ્થાપના કરનારા બીજુ કોઈ નહીં પરંતુ બળવંત પારેખ જ હતા.

આ જ કારણ છે કે તેમને  ‘ફેવિકોલ મેન’ તરીકે પણ ઓળખાવા માં આવે છે . ફેવિકોલ એ બળવંત પારેખ દ્વારા સ્થાપિત પીડિલાઇટ કંપનીનું ઉત્પાદન છે. ફેવિકોલની સાથે, આ કંપની એમ-સીલ, ફેવી ક્વિક અને ડૉ ફિક્સિટ જેવા પ્રોડક્ટ્સ પણ બનાવે  છે. 

વકીલ નું ભણ્યા પણ વકીલાત ન કરી:

કાયદાનો અભ્યાસ કર્યા પછી, હવે  વારો હતો પ્રેક્ટીસ કરવાનો પરંતુ બળવંત પારેખે તેના માટે ના પાડી. તે વકીલ બનવા માંગતા  ન હતાં. હકીકતમાં, બળવંત પારેખ પર મહાત્મા ગાંધીના વિચારો નો રંગ ચડી ચુક્યો હતો. હવે તે સત્ય અને અહિંસાને સૌથી વધુ મહત્વ આપતા હતા. તેમનું માનવું હતું વકીલાત એ જૂઠ્ઠાણાનો ધંધો છે. અહીં દરેક વાત પર ખોટું બોલવું પડે છે, આ જ કારણ છે કે તેણે વકાલત ન કરી.

ભલે તેમણે વકાલત કરવાની ના પાડી હતી, પરંતુ મુંબઈ જેવા શહેરમાં જીવન ચલાવવા માટે કંઈક કરવું તો  જરૂરી હતું જ. ઉપરથી તેણે અભ્યાસ દરમિયાન લગ્ન પણ કરી લીધાં હતાં અને હવે પત્નીની જવાબદારી પણ તેમના પર હતી. આવી સ્થિતિમાં બળવંત પારેખે એક ડાઈંગ અને પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરી. જોકે  નોકરીમાં બળવંત પારેખનું  મન લાગતું ન હતું કારણ કે તેઓ પોતાનો જ  કોઈ  ધંધો કરવા માંગતા હતા, પરંતુ હાલનાં તેમના સંજોગો તેમને તેમ કરવાની રજા દેતા ન હતા.

બળવંતની ફેવિકોલ મેન બનાવવાની કહાની:

તેમને એ  દિવસો યાદ આવ્યા જ્યારે તેઓ લાકડાનાં  વેપારી ને ત્યાં પટાવાળા હતા. આ દરમિયાન તેમણે જોયું હતું કે કારીગરોને બે લાકડા ને જોડવામાં કેટલી મુશ્કેલી પડતી હતી . લાકડા ને  સાથે જોડવા માટે પહેલા પ્રાણીઓની ચરબીથી બનેલા ગુંદરનો ઉપયોગ  કરવામાં આવતો હતો. આ માટે, ચરબીને  લાંબા સમય સુધી ગરમ કરવામાં આવતી હતી. ગરમ કરવા દરમિયાન, તેમાંથી એટલી ખરાબ ગંધ આવતી હતી કે કારીગરોને શ્વાસ લેવાનું મુશ્કેલ  થઇ પડતું હતું.

આ વિશે વિચારતા, બળવંતને આઈડિયા આવ્યો કે એવો ગુંદર કેમ ન બનાવાય કે જેમાં થી આટલી ગંધ નાં આવે અને તેને બનાવવા માં પણ આટલી મહેનત ન લાગે. તેમણે આ સંદર્ભે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું. ઘણી શોધખોળ કર્યા પછી, તેને કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરીને ગમ બનાવવાનો માર્ગ મળ્યો. આ રીતે બળવંત પારેખે તેના ભાઈ સુનીલ પારેખ સાથે મળીને 1959 માં પિડિલાઇટ બ્રાન્ડની સ્થાપના કરી અને પીડિલાઇટે જ દેશને ફેવિકોલના નામે સફેદ અને સુગંધિત ગમ આપ્યો

જર્મન ભાષા માંથી લેવા માં આવ્યું ફેવિકોલ નું નામ 

ફેવિકોલ માં કોલ શબ્દનો અર્થ છે બે વસ્તુનું જોડાણ. બળવંત પારેખે જર્મન ભાષા માંથી આ શબ્દ લીધો. આ સિવાય, જર્મનીમાં  પહેલે થી જ મૂવીકોલ નામની કંપની હતી, જ્યાં આવો જ ગુંદર બનાવવામાં આવતો હતો. આ કંપનીના નામથી પ્રેરાઇને જ પારેખે પોતાના પ્રોડક્ટનું નામ ફેવિકોલ રાખ્યું. ફેવિકોલે લોકોની ઘણી સમસ્યાઓ હલ કરી નાખી હતી. આ જ કારણ છે કે આ પ્રોડક્ટ જોત જોતા માં આખા દેશમાં લોકપ્રિય બની ગયો.

ફેવિકોલે  પીડિલાઇટ કંપનીને તે પાંખો આપી, જેના વડે આ કંપનીએ સફળતાનું આખું આકાશ માપી લીધું. વધતી માંગને લીધે  કંપનીએ ફેવી ક્વિક, એમ-સીલ વગેરે નવા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા.  એક પટ્ટાવાળા નું કામ કરનાર બળવંત પારેખ દ્વારા સ્થપાયેલ આ કંપનીની આવક આજે હજારો કરોડમાં છે. આ સાથે આ કંપનીએ હજારો લોકોને રોજગાર પણ આપ્યા છે. 

200 થી વધુ પ્રોડક્ટ્સ 

આ કંપની હવે 200 કરતા વધુ પ્રોડક્ટ્સ નું ઉત્પાદન કરે છે, પરંતુ ફેવિકોલે તેને સૌથી વધુ ફાયદો આપ્યો છે. ફેવિકોલની વધતી માંગના બે કારણો હતા, પ્રથમ તેની તાકાત અને બીજું તેની જાહેરાત. 90 ના દાયકામાં, જ્યારે  ભારતનાં સામાન્ય ઘરોમાં ટીવી નું ચલણ પ્રારંભિક તબક્કામાં હતું, ત્યારે ફેવિકોલ ની જાહેરાતો એટલી જ લોકપ્રિય બની હતી જેટલી કે દૂરદર્શન પરની કોઈ અન્ય સીરીયલ હતી. ફેવિકોલની જાહેરાતોમાં લોકોને હસાવી અને તેમનું મનોરંજન કરતાં કરતા આનો પ્રચાર કરવા માં આવ્યો.

આ જ કારણ હતું કે આજે પણ લોકો આ પ્રોડક્ટ્સ  સાથેના સંબંધો તોડી શક્યા નથી. પીડિલાઇટે 1993 માં તેના શેર લોન્ચ કર્યા. 1997 સુધીમાં, ‘ફેવિકોલ’ ટોચની 15 બ્રાન્ડમાં પ્રવેશ કરી ચુકી હતી. એમ-સીલ 2000 માં શરૂ કરવામાં આવી હતી અને 2001 માં ‘ડૉ.ફિક્સિટ’ જેવો પ્રોડક્ટ બજારમાં આવ્યો હતો. . 2004 માં, આ કંપનીનું ટર્નઓવર 1000 કરોડ સુધી પહોંચ્યું હતું. 2006 માં, કંપનીએ નિર્ણય કર્યો કે તે પીડિલાઇટ બ્રાન્ડને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરશે. આ જ  કારણ હતું કે  અમેરિકા, થાઇલેન્ડ, દુબઇ, ઇજિપ્ત અને બાંગ્લાદેશ જેવા દેશોમાં તેના કારખાનાઓ સ્થપાયા હતા. આ સાથે જ પીડિલાઇટે સિંગાપોરમાં તેના સંશોધન કેન્દ્રની શરૂઆત પણ કરી. 

બળવંત પારેખનું ઉમદા કાર્ય :

બળવંત પારેખે માત્ર કમાવા પર જ ધ્યાન આપ્યું  નથી, પરંતુ પોતે સક્ષમ થયા બાદ, તેમણે ઘણા ઉમદા કાર્યો પણ કર્યા. તેમણે પોતાના શહેરમાં બે શાળાઓ, એક કોલેજ અને એક હોસ્પિટલ ની સ્થાપના પણ કરાવી. આ સાથે ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનું  અધ્યયન કરતાં  એક એનજીઓ “દર્શન ફાઉન્ડેશન” ની પણ શરૂઆત કરી હતી.

ગુજરાતનાં  એક સામાન્ય કુટુંબમાંથી આવતાં બળવંત પારેખ કે જેમણે પટ્ટાવાળા ની નોકરી સુધ્ધા કરી હતી, તેમને  ફોર્બ્સ થોડા વર્ષો પહેલા એશિયાના સૌથી ધનિક લોકોની ની સૂચિમાં 45 મો ક્રમ આપી ચુક્યું છે.તે સમયે બળવંત પારેખની અંગત સંપત્તિ 1.36 બિલિયન ડોલર હતી. 25 જાન્યુઆરી, 2013 ના રોજ, બળવંત પારેખ 88 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી જતા રહ્યા , પરંતુ પોતાની પાછળ એક  એવી કંપની અને ફેવિકોલના રૂપમાં એક એવો પ્રોડક્ટ છોડી ગયા, જે તેમનાં નામ ને હમેશા માટે અમર બનાવી રાખશે.

[quads id=1]

Related Articles

Back to top button