રાષ્ટ્રપતિ જો બાઈડનના રશિયા પર આપવામાં આવેલ નિવેદન પર વ્હાઇટ હાઉસે કહી આ મોટી વાત……
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન યુક્રેનમાં ચાલી રહેલા રશિયામાં હુમલાઓની વચ્ચે ગઈ કાલે પોલેન્ડ પહોંચ્યા હતા. તે દરમિયાન તેમને ત્યાં રહેલા યુક્રેનિયન શરણાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. અહીં બાઈડને મોડી રાત્રે પોલેન્ડની રાજધાનીમાં લોકોને સંબોધિત પણ કર્યા હતા. રાષ્ટ્રપતિ બિડેને પોતાના ભાષણમાં રશિયા પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, વ્લાદિમીર પુતિન સત્તામાં રહી શકશે નહીં. તેમ છતાં, વ્હાઇટ હાઉસે તરત જ આ નિવેદન પરત લેવું પડ્યું હતું અને હવે તેણે તેના પર સ્પષ્ટતા આપી છે.
રાષ્ટ્રપતિ બિડેનના ભાષણ બાદ વ્હાઇટ હાઉસના અધિકારીએ બાઈડનના “આ માણસ સત્તામાં રહી શકતો નથી” ની ટિપ્પણી પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ બાઈડન રશિયામાં પુતિનની શક્તિ અથવા શાસન પરિવર્તન પર ચર્ચા કરી રહ્યા નથી. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યા હતા કે જો બાઈડનની વિદેશ નીતિ અમેરિકાથી અલગ છે.
રશિયાને ચીડવવા માટે બેલારુસના નેતા સાથે વાત કરી
જ્યારે જો બાઈડને બેલારુસના વિપક્ષી નેતા શિવતલાના ત્સિખાનૌસ્કાયાથી ફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિએ વાર્સોમાં પોતાના ભાષણમાં ભાગ લેવા માટે ત્સિખાનૌસ્કાયાનો આભાર માન્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સહિત માનવ અધિકારોના રક્ષણ અને આગળ વધારવામાં બેલારુસિયન લોકો માટે યુનાઇટેડ સ્ટેટ્સના સતત સમર્થન પર ભાર મૂક્યો હતો.
પોલેન્ડના વાર્સોમાં એક સંબોધનમાં જો બાઈડને રશિયા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા પાસે કોઈ દલીલ નથી. આ બર્બર હુમલા માટે રશિયા જવાબદાર છે. અમે યુક્રેન સાથે ઊભા છીએ. પુતિન પર હુમલો કરતા તેમને કસાઈ કહ્યા હતા.